Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

માછલી ખાનારા લોકો નહીં ખાનાર કરતા વધારે જીવે છે

નવી દિલ્હી તા ૨૧ : ઓમેગા ૩ ફેટી એસિડ્સ યુકત માછલીઓ ખાનારા લોકોનું આયુષ્ય આવી માછલી નહી ખાનારા લોકોની તુલનામાં વધારે હોયય છે એવું એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ સ્ટડીમાં ૨,૪૦,૭૨૯ પરૂષો અને ૧,૮૦,૫૮૦ મહીલાઓ પર આશરે ૧૬ વર્ષ સુધી સ્ટડી કરવામાં આવ્યો હતો. તેમાં ૫૪,૨૩૦ પુરૂષો અને ૩૦,૮૮૨ મહિલાઓના મૃત્યું થયાં હતાં આ સ્ટડીમાં ઓમેગા-૩ ફેટી એસિડ્સ અને મૃત્યુ વચ્ચે એક  મહત્વપૂર્ણ સબંધ જોવા મળ્યો હતો.ચીનની જેજિયાંગ યુનિવર્સિટીમાં થયેલી આ સ્ટડીમાં જોવા મળ્યું હતું કે ને પુરૂષો વધારેે માછલીનું સેવન કરતા હતા તેમનામાં મૃત્યદરમાં ૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હાર્ટ સબંધી શરોગથી મુત્યુના દરમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને કેન્સરથી થતા મૃત્યુંના દરમાં ૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આમ ઓમેગા-૩ ફેટી એસિડ્સ લેનારા લોકોના આયુષ્યમાં વધારો જોવા મળ્યો હતો

(11:56 am IST)