Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અમેરિકામાં બાળકોના મેનુ માંથી કોલ્ડ ડ્રિન્કસની બાદબાકી

ન્યુયોર્ક તા. ૨૧: અમેરિકાના ઇસ્ટ કોસ્ટના શહેર બાલ્ટિમોરમાં આવેલી રેસ્ટોરામાં હવે બાળકો માટેના મેનુમાં કોલ્ડ ડ્રિન્કસનો સમાવેશ કરવામાં નહીં આવે. શહેરની સુધરાઇએ આ નિર્ણય લીધો છે અને અમેરિકાના સોૈથી મોટા એવા પાંચમા શહેરમાં આ પ્રકારનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમેરિકામાં બાળકો માટે અલગ મેનુ હોય છે અને એમાંથી તેઓ પોતાના ઓર્ડર આપી શકે છે. આ મેનુમાં હવે મિલ્ક, ૧૦૦ ટકા ફ્રુટ -જયુસ, પાણી અને ફલેવર્ડ સ્પાર્કલિંગ વોટરનો સમાવેશ થશે. પાણીમાં સ્વીટનર ન હોવું જોઇએ.

અમેરિમામાં બાળકોના આહારમાં વધારે શુગર જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બાળકોના ખોરાકમાં વધારે કેલરી પણ હોવી જોઇએ નહીં. અમેરિકામાં બાળકો શુગર ધરાવતાં વધારે પીણાં પીતા હોવાથી અને હાઇ કેલરીનો ખોરાક લેતાં હોવાથી નાની ઉંમરે ડાયાબિટીઝનાં દર્દી બને છે અને એથી આવી સંભાવના ટાળવા માટે સ્થાનિક સ્તરે હવે આ રીતે નિયમો બનાવવામાં આવી રહ્યાં છે.

(11:26 am IST)