Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા

ડોમિનિકન રિપબ્‍લિક દેશના રહસ્‍યમયી ગામની ઘટનાઃ છોકરીઓના પ્રાઇવેટ પાર્ટ છોકરાના પ્રાઇવેટ પાર્ટમાં ફેરવાઇ જાય છ

લંડન,તા. ૨૧: વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય પરંતુ આજ સુધી તે અમુક રહસ્‍યો ઉકેલી શક્‍યું નથી. દુનિયાના ઘણા રહસ્‍યો તો એવા છે જે આજ સુધી ઉકેલાયા નથી અને લાગે છે કે ક્‍યારેય ઉકેલાશે પણ નહીં. આવું જ એક રહસ્‍ય ઉકેલવા માટે વૈજ્ઞાનિકો થાકી ગયા તેમ છતાં પણ તેમને સફળતા મળી નથી.
શું તમે ક્‍યારેય વિચારી શકો છો કે એક ઉંમર પછી છોકરી કે છોકરાનું લિંગ પોતાની મેળે બદલાઈ શકે છે. નહીં ને, પરંતુ આ દુનિયામાં એક એવું રહસ્‍યમય ગામ છે, જયાં એક ઉંમર પછી છોકરીઓ જાતે જ છોકરાઓ બની જાય છે. તે પણ કોઇ મેડિકલ સર્જરી વગર. સાંભળીને નવાઈ લાગશે, પણ વાત સાવ સાચી છે. વૈજ્ઞાનિકો પણ આ વિચિત્ર ઘટનાને શોધી શક્‍યા નથી.
તેમાં કોઈ શંકા નથી કે વિશ્વ રહસ્‍યોથી ભરેલું છે. હવે આ ગામને જ લઈ લો, જયાં છેલ્લા ઘણા વર્ષોથી અહીંની છોકરીઓ કેવી રીતે બોયઝ બને છે તેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કંઈ જાણવા મળ્‍યું નથી. આ ગામનું નામ લા સેલિનાસ છે, જે ડોમિનિકન રિપબ્‍લિક દેશની અંદર આવેલું એક નાનું ગામ છે, જેની વસ્‍તી માત્ર ૬,૦૦૦ છે.
લા સેલિનાસ ગામની સૌથી ચોંકાવનારી અને ચોંકાવનારી વાત એ છે કે અહીં સ્‍થાયી થનારી છોકરીઓ છે, જે ૧૨ વર્ષની ઉંમર પછી પોતાનું લિંગ બદલીને છોકરાઓ બની જાય છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, ગામની કેટલીક છોકરીઓ ૧૨ વર્ષની થાય ત્‍યાં સુધીમાં છોકરાઓની જેમ બદલાઈ જાય છે. આવી સ્‍થિતિમાં ગામના લોકો પણ છોકરીઓને બોય્‍ઝ બનવાની ચિંતા ખૂબ જ સતાવી રહી છે. આ કારણે લોકો પણ આ ગામને શાપિત ગામ માને છે.
ગામની અંદર ઘરની અંદર દીકરીનો જન્‍મ થાય તો એ પરિવારમાં માતમ પ્રસરી જાય છે કારણ કે ૧૨ વર્ષની ઉંમર પછી છોકરી છોકરો બની જાય છે. તેથી જ ગામના લોકોને દીકરીઓ જોઈતી નથી. દુનિયાભરના સંશોધકો છોકરીઓના લિંગ પરિવર્તનના આ ‘રોગ'ને શોધવા માટે આવ્‍યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ડોક્‍ટરોના જણાવ્‍યા અનુસાર, આ એક ‘જેનેટિક ડિસઓર્ડર' છે, જેને ‘સ્‍યુડોહોરમેશ્રાડાઇટ' કહેવામાં આવે છે.
ગામમાં છોકરીઓના બનેલા આવા છોકરાઓને ‘ગ્‍વેડોચ' કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે કિન્નર. ‘સ્‍યુડોહમાફ્રડાઇટ' કારણે જન્‍મેલી છોકરીના અંગો ધીમે ધીમે પુરુષમાં બદલાવા લાગે છે. પાતળો અવાજ ભારે થઈ જાય છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, ગામનું ૯૦માંથી એક બાળક આ અજીબ બીમારીથી પીડિત છે. જો કે, ઘણા સંશોધકો હજુ પણ આ રોગની તપાસમાં રોકાયેલા છે, જેથી આવા કિસ્‍સાઓને અટકાવી શકાય.

 

(10:01 am IST)