Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે!

લંડન,તા. ૨૧: નાટયકાર અને સાહિત્‍યકાર શેકસપિયરે ભલે નામમાં શું છે એવું કહયું હોય પરંતુ એક યુવતીનું નામ જ દુનિયામાં ઓળખ બની ગયું છે. તેનું નામ લખવા જાવ તો હાથ દુખી જાય છે અને બોલવા જાવ તો ઉચ્‍ચારો પણ વળતા નથી. ઓપરા વિન્‍ફ્રેના શો માં વર્ષો પહેલા તેની માતાએ સેન્‍ડાએ જણાવેલું કે પોતાની પુત્રીનું યુનિક નામ રાખવા ઇચ્‍છતી હતી. વિશ્વમાં કોઇએ રાખ્‍યું ના હોય તેવું લાંબા નામનો રેકોર્ડ થાય તેમ ઇચ્‍છતી હતી.
૧૨ સપ્‍ટેબર ૧૯૮૪માં જન્‍મ થયો એ પછી માતા સેન્‍ડીએ પહેલા તો Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Willams  જન્‍મ પ્રમાણપત્રમાં લખાવ્‍યું હતું. જો કે આમ તો આ નામ લાંબુ ચોડુ હતું તેમ છતાં આ નામ નાનું હોવાનું જણાતા કુલ ૧૦૧૯ નંબરો જોડયા હતા.
૩૬ અક્ષરો મિડ અને સરનેમ માટે ઉમેર્યા હતા. જયારે આ લાંબુ નામ બર્થ સર્ટિફિકેટમાં જોડવામા આવ્‍યું ત્‍યારે  પ્રમાણપત્ર ૨ ફૂટ લાંબુ તૈયાર કરવું પડયું હતું. છોકરી આજે પણ પોતાનું નામ યાદ રાખવા માટે રિપીટ રેકોર્ડ વારંવાર સાંભળતી રહે છે. જૈમી નામનું નિકનેમ ધરાવતી આ યુવતીને પોતાના લાંબા લચક નામના કારણે જ લોકપ્રિયતા મળી છે. લોકો જયારે પણ જયાં પણ તેનું નામ સાંભળે છે ત્‍યારે આヘર્યચકિત થાય છે. જો કે નામ પાળીને પુત્રીને ફેમસ કરવાનો આઇડિયા સફળ રહયો છે.

 

(9:59 am IST)