Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ન્‍યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા ઓર્ડન માતા બન્‍યાઃ કાર્યકાળ દરમિયાન માતા બનનાર દેશના પ્રથમ વડાપ્રધાન, જ્યારે દુનિયાના બીજા નેતા

ન્‍યુઝીલેન્‍ડઃ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા ઓર્ડન પોતાના કાર્યકાળ દરમિયાન માતા બન્યા છે.

જેસિન્ડા ઓર્ડન અને પાર્ટનર ક્લર્ક ગેફોર્ડના ઘરે જન્મ થયો છે દીકરીનો. વડાપ્રધાન જેસિન્ડા કાર્યકાળ દરમ્યાન માતા બનનારી દેશની પહેલી અને દુનિયાની બીજા નેતા છે. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાર્યકાળ દરમ્યાન બાળકને જન્મ આપ્યો હતો.

37 વર્ષીય જેસિન્ડાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો. જેસિન્ડા માતા બન્યા પછી છ અઠવાડિયા માટે રજા લેશે. જેસિન્ડાએ વડાપ્રધાનપદની શપથ લીધાના બે મહિના પછી પ્રેગનન્સીની કરી હતી જાહેરાત. આખી દુનિયાના રાજનેતાઓ જેસિન્ડાને આપી રહ્યા છે શુભેચ્છા.

(5:55 pm IST)