Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

તમારી ટૂથપેસ્ટ પણ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ પેદા કરી શકે છે

લંડન તા.૨૧: જે-તે બેકટેરિયાનો ખાતમો કરવા માટે બનાવવામાં આવેલી એન્ટિબાયોટિક દવાઓ જયારે બેઅસર કે ઓછી અસર કરવા લાગે છે ત્યારે શરીરમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ પેદા થયો છે એમ કહેવાય. આ પરિસ્થિતિ પેદા થવા માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર છે.

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ કવીન્સલેન્ડના નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમારી ટૂથપેસ્ટમાં ટ્રાઇકલોસન નામનું કમ્પાઉન્ડ ઊંચી માત્રામાં હોય તો એનાથી પણ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ પેદા થઇ શકે છે. અભ્યાસકર્તાઓએ રોજબરોજના જીવનમાં વપરાતી ૨૦૦૦ જેટલી પર્સનલ કેર પ્રોડકટ્સમાં આ ઘટ હોવાનું નોંધ્યું છે. તેમનું માનવું છે કે આ પ્રોડકટ્સના વપરાશને કારણે પણ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સનો સ્પ્રેડ વધુ ઝડપથી થઇ રહયો છે. એન્વાયર્નમેન્ટ ઇન્ટરનેશનલ નામની જર્નલમાં છપાયેલા અભ્યાસમાં કહેવાયું છે કે ભલે ટ્રાઇકલોસન નોન-એન્ટિબાયોટિક હોય, એ એન્ટિમાઇક્રોબાયલ પ્રોપર્ટી ધરાવે છે જે શરીરમાં એન્ટિબાયોટિકસની અસરકારકતા ઘટાડી શકે છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે ટૂથપેસ્થ, હેન્ડવોશ કે બાથિંગ જેલમાં ટ્રાઇકલોસનનું પ્રમાણ ૦.ર મિલીગ્રામ પ્રતિ લીટર જેટલું સૂક્ષ્મ હોય અને સળંગ ૩૦ દિવસથી વધુ લાંબા સમય માટેતેનો યુઝ કરવામાં આવે તો ઇ.કોલી બેકટેરિયામાં મલ્ટિ-ડ્રગ રેઝિસ્ટન્સ પેદા થઇ શકે છે.

(3:59 pm IST)