Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સાઇકોલોજિકલ સ્ટ્રેસથી દ્રષ્ટિ પર પણ માઠી અસર પડે

લંડન તા. ૨૧: લાંબા સમય સુધી મનોવૈજ્ઞાનિક સ્ટ્રેસ હેઠળ રહેવાનું થાય તો એના પરિણામે વિઝનમાં ઓછપ આવવાની સંભાવન વધી જાય છે. આપણને લાગે કે આંખની જોવાની ક્ષમતાને અને સ્ટ્રેસને સીધેસીધો કોઇ જ સંબંધ નથી, પરંતુ જે આડકતરો સંબંધ છે એ પણ માઠી અસર કરવા માટે પુરતો છે. જર્મનીની ગ્યુએરિક યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે સતત સ્ટ્રેસમય રહેતા લોકોના લોહીમાં સ્ટ્રેસ-હોર્મોન કોર્ટિસોલનું પ્રમાણ પણ ખુબ ઊંચું રહેતું હોય છે. આ હોર્મોનને કારણે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમમાં અસંતુલન પેદા થાય છે. અને આંખમાં લોહી પહોંચાડતી રકતવાહિનીઓમાં ગરબડ પેદા થાય છે. આંખ અને મગજ બન્ને વચ્ચે જોડતી ચેતાઓનું કમ્યુનિકેશન પણ સ્ટ્રેસ-હોર્મોનને કારણે અસરગ્રસ્ત થાય છે. અભ્યાસમાં વિઝનની સમસ્યા ધરાવતા દર્દીઓમાં સ્ટ્રેસ-રિડકશન ટ્રીટમેન્ટ આપીને અને સાઇકોલોજિકલ કાઉન્સેલિંગ્ દરમ્યાન સ્ટ્રેસ-હોર્મોન્સનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું એ ઉપરાંત બ્રેઇન-સ્ટિમ્યુલેશન દ્વારા રિલેકસેશન-થેરપી આપવામાં આવી. લગભગ ત્રણથી ચાર વીકના આવા પ્રયત્નોથી ધીમે-ધીમે વિઝન લોસ તરફ વધી રહેલાં લક્ષણો કન્ટ્રોલમાં આવ્યાં હોવાનું જોવા મળ્યું હતું.

(3:39 pm IST)