Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

હિલ-સ્ટેશન પર જ રહેવાનું હોય તો હાડકા સંભાળજો

નવી દિલ્હી તા ૨૧ :  તમે કયાં રહો છો એની અસર તમારા આખા શરીર પર પડે છે. ખાસ કરીને વિકાસના સમયગાળા દરમ્યાન આસપાસની આબોહવા અને હવાનું પ્રેશર શરીરના બંધારણ પર ખુબ ઉંડી અસરો છોડે છે. તાજેતરમાં ઇગ્લેન્ડની યુનિવસિ ટી  ઓફ કેમ્બ્રિજના નિષ્ણાંતોએ દરિયાની સપાટીથી વિવિધ ઉંચાઇએ જન્મેલા અને ઉછરેલા લોકોના શારિરીક બંધારણનો અભ્યાસ કર્યો હતો તેમના કશેવા મુજબ ખુબ ઉંચાઇ પર જન્મેલા અને ઉછરેલા લોકોની કોણીથી પંજા સુધીનો ભાગ ટુંકો હોય છે અને કોણીથી ખંભા સુધીના અપર આર્મની લંબાઇ, નીચાણમાં ઉછરેલા લોકો જેટલીન સાઇઝની હોય છે ઉંચાઇ પર ઓકસીજન પાતળો હોવાથી આમ થતું હોવાનું મનાય છે. હાયર ઓસ્ટિટયુટ પર ઓકસિજન ઓછો મળતો હોવાથી ખોરાકમાંથી એર્ન્જીનું કન્વર્ઝન થવાની ક્ષ્મતા ઘટી જાય છે. આવા સમયે શરીરના છેવાડાના ભાગોમાં પુરતી ઉર્જા પહોંચતી નથી અને એ ભાગનો ગ્રોથ સામાન્ય કરતા થોડો ઓછો રહે છે. સાયન્ટિસ્ટોનું કહેવું છે કે જયારે શરીરમાં ઓછી ઉર્જા પેદા થાય છે ત્યારે આપમેળે કયાં અંગને કેટલી અને કયારે ઉજાસ્ આપવી એતી પ્રાથમીકતા નક્કી થઇ જાય છે.શરીરને મેઇન્ટેઇન કરવા જેટલી ઉર્જા તમામ અવ્યવોનેમળ્યા પછી ન ગ્રોથ માટે ઉર્જા વપરાય છેે. રોયલ સોસાયટી ઓપન સાયન્સ નામની જર્નલમાં છપાયેલા અભ્યાસમાં હિમાલયના વિસ્તારમાં રહેતા શેરપાઓ અને સ્થાનીક રહેવાસીઓના શરીરનું બંધારણ તપાસવામાં આવ્યું હતું કેમ્બ્રિીજ ન્ણિાંતોનું કહેવુ છે કે જયારે ગ્રોગ ઓછો થાય છે ત્યારે એની ક્ષમતા પણ કુદરતી રીતે ઓછી રહી જતી હોય છે. ઉંચાઇ પર રહેતા લોકોમાં હાથ-પગના મોટા હાડકા નબળા રહી ગયા હોયએવું બની શકે છે.

(3:37 pm IST)