Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

શુગરી પીણાં પર સચિત્ર વોનિંર્ગ લેબલ લગાવવામાં આવે તો એની બેફામ ખરીદીમાં ઘટાડો થઇ શકે

મુંબઇ તા. ૨૧: જેમ સિગારેટ ક તમાકુની ચીજોના પેકેટ્સ પર વોર્નિગ લેબલ લગાવવામાં આવે છે એવું જ જો શુગરી પીણાની બોટલ્સ પર પણ કરવામાં આવે તો એની બેફામ ખરીદી પર લગામ લાગી શકે છે એવંુ અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોનું કહેવું છે. આ નિષ્ણાંતોએ મેસેચુસેટ્સ રાજયની હોસ્પિટલની કેફેટેરિયામાં ત્રણ પ્રકારના લેબલ ધરાવતાં પીણાં મૂકીને પ્રયોગ કર્યો હતો. એક લેબલમાં જે-તે ડ્રિન્કમાં કેટલી કેલરી છે એનું લિસ્ટીંગ કરવામાં આવ્યું હતું. બીજા પ્રકારના લેબલમાં શુગરી ડ્રિન્કસને કારણે પેદાં થતાં જોખમોની યાદી હતી જયારે ત્રીજા પ્રકારના લેબલમાં જોખમોની સચિત્ર વોર્નિગ મુકવામાં આવી હતી. આ લેબલ લગાવ્યા પછી કયા શુગરી પીણાનું કેટલું વેચાણ થયું એનો બે વીક સુધી ટ્રેક રાખવામાં આવ્યો. લગભગ ૨૦,૦૦૦ ડ્રિન્કસ વેચાયા પછી અભ્યાસકર્તાઓએ વિશ્લેષણ કર્યુ હતું કે જે ડ્રિન્ક પર ગ્રાફિક-વોર્નિગ મૂકવામાં આવેલી તેનું વેચાણ સોૈથી ઓછું થયું હતું.

(3:37 pm IST)