Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

અમેરિકાની એક કંપની વેચે છે ખાઇને ટલ્લી થઇ જવાય એવો આલ્કોહોલવાળો આઇસ્ક્રીમ

ન્યુયોર્ક તા. ૨૧: અમેરિકાના લાસ વેગાસમાં બઝ પોપ કોકટેલ્સ નામની કંપનીએ ખાસ આઇસ્ક્રીમ તૈયાર કર્યો છે જે ખરેખર ખાધા પછી દારૂ પીધા જેવો નશો કરાવે છે. અમેરિકા અને ઇટલીમાં ઘણી જગ્યાએ આલ્કોહોલિક આઇસ્ક્રીમ વેચાતો હોવાનો દાવો થાય છે, પરંતુ મોટા ભાગના આઇસ્ક્રીમમાં માંડ ૪.પ ટકા જેટલો જ આલ્કોહોલ વપરાતો હોય છે. લાસ વેગાસની આ કંપનીએ તૈયાર કરેલો આઇસ્ક્રીમ એનાથી ત્રણગણો વધુ સ્ટ્રોન્ગ છે. કંપનીની ગેરન્ટી છે કે આ આઇસ્ક્રીમ ખાધા પછી ચોક્કસ તમને એનો નશો ચડશે જ. પિન્ક પેરેડાઇઝ, સધર્ન બેલે, બ્લુબેરી મેનિયા, મેન્ગો પેશન ફ્રુટ, કેરિબિયન બ્રીઝ , મોસ્ક મૂલ, વોટરમેલન પેચ અને લેમન ડ્રોપ જેવી આઠ ફલેવરમાં આલ્કોહોલીક આઇસ્ક્રીમ મળે છે જેની કિંમત છે. ૬૮૦૦ રૂપિયા.

(3:36 pm IST)