Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

૧૨ વર્ષનો આ બાસ્કેટબોલ પ્લેયર ફેમસ છે તેની ૬ ફુટ ૧૧ ઇંચની હાઇટને કારણે

ટોરેન્ટો તા. ૨૧: કેનેડામાં ઓલિવર રિઓકસ નામનો છોકરો બાસ્કેટબોલની દુનિયામાં જબરો ફેમસ થઇ ગયો છે. એનું કારણ છે તેની હાઇટ. હજી તેની ઉંમર માત્ર ૧૨ વર્ષની છે, પરંતુ હાઇટ ૬ ફુટ ૧૧ ઇંચની છે. એક પુખ્ત વ્યકિત કરતાંય વધુ ઉંચાઇને કારણે તે હમઉમ્ર બાળકોની ટીમમાં બાસ્કેટબોલ રમે છે ત્યારે તેનો કોઇ મુકાબલો નથી કરી શકતું તે જરાય કુદકો માર્યા વિના માત્ર હાથ ઊંચા કરીને આઠ ફુટ ઊંચી બાસ્કેટમાં બોલ નાંખી દે છે. તેના જેવા ડિફેન્સ પણ કોઇ કરી શકતું નથી. જે ટીમમાં ઓલિવર હોય એના પ્લેયરો ખાસ કોઇ જ મહેનત વિના બહુ સરળતાથી મેચ જીતી જતા હોવાથી હવે સ્કૂલ-મેનેજમેન્ટે તેને મોટી વયના છોકરાઓની ટીમમાં રમાડવાનું શરૂ કર્યુ છે. જોકે ત્યાં પણ તેની હાઇટ એવરેજ કરતાં વધુ જ છે. ઓલિવરનો મોટો ભાઇ ૧૫ વર્ષનો છે જેની હાઇટ પણ છ ફુટ નવ ઇંચની છે.

(3:35 pm IST)