Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

માત્ર આજે જ નહીં દરરોજ કરો યોગા આત્માનું પરમાત્મા સાથે મિલન...

તેને કહીએ યોગ...

આજે વિશ્વ યોગ દિવસ છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈ શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ યોગ કરેલ. પરંતુ, એવુ નથી કે, યોગ દિવસની ઉજવણી રૂપે માત્ર આજે જ યોગા કરવા. યોગથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ થાય છે. જેથી તમે માત્ર આજે જ નહીં દરરોજ યોગ કરો. દરેક લોકોએ યોગનો પોતાના રોજીંદા કાર્યોમાં સમાવેશ કરવો જોઈએ. યોગ કરતા પહેલા યોગનું સંપુર્ણ જ્ઞાન હોવુ જરૂરી છે.

યોગ શું છે?

યોગનો અર્થ છે જોડવુ. આત્માનું પરમાત્મા સાથે મિલન, સંપૂર્ણ રીતે એક થઈ જવુ એટલે યોગ. યોગાચાર્ય મહર્ષિ પતંજલીએ સંપૂર્ણ યોગના રહસ્યને પોતાના યોગદર્શનમાં સૂત્રો રૂપે પ્રસ્તુત કર્યું છે. તેના મતે, મનને એક જગ્યાએ સ્થાપિત કરવુ એ યોગ છે.

અષ્ટાંગ યોગ શું છે?

આપણા ઋષિમુનિઓએ યોગ દ્વારા શરીર, મન અને પ્રાણની શુદ્ધિ તથા પરમાત્માની પ્રાપ્તિ માટે આઠ પ્રકારના સાધન જણાવ્યા છે, જેને અષ્ટાંગ યોગ કહે છે.

૧. યમ

૨. નિયમ

૩. આસન

૪. પ્રાણાયમ

૫. પ્રાત્યાહાર

૬. ધારણા

૭. ધ્યાન

૮. સમાધિ

આસનનું તાત્પર્ય અને તેના પ્રકાર

આસનનું તાત્પર્ય શરીરની એ સ્થિતી  છે, જેમાં તમે તમારા શરીર અને મનને શાંત, સ્થિર અને સુખી રાખી શકો.

સ્થિરસુખમાસનમ : સુખપૂર્વક કોઈ પણ કષ્ટ વગર એક જ સ્થિતમાં વધુમાં વધુ સમય બેસવાની ક્ષમતાને આસન કહે છે.

યોગ શાસ્ત્રોની પરંપરા અનુસાર, ૮૪ લાખ આસન છે અને તે બધા જીવજંતુઓના નામ પર આધારિત છે. આ આસનો વિશે કોઈ જાણતુ નથી. તેથી ૮૪ આસનોને જ પ્રમુખ ગણવામાં આવ્યા છે. અને વર્તમાનમાં ૩૨ આસન જ પ્રસિધ્ધ છે.

આસનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રૂપે સ્વાસ્થ્ય લાભ અને ઉપચાર માટે કરવામાં આવે છે.

આસનને બે સમૂહમાં વહેંચવામાં આવ્યા છે.

ગતિશીલ આસન : આ આસનમાં શરીર શકિત સાથે ગતિશીલ રહે છે.

સ્થિર આસન : આ આસન શરીરની ઓછી ગતિથી અથવા ગતિ વગર કરવામાં આવે છે.

(1:26 pm IST)