Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

તમને પથરી છે? તો કાચી ડુંગળીનો રસ પીવો

મોટા ભાગના લોકો ભોજન સાથે કાચી ડુંગળી ખાતા હોય છે. આમ તો કાચી ડુંગળી ભોજનનો સ્વાદ વધારે છે, જ્યારે બીજી બાજુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

જે લોકોને કિડનીમાં પથરી હોય છે, તે કેટલીય દવાઓનો સહારો લે છે. પરંતુ, જો તમે દરરોજ ૨ ચમચી ડુંગળીનો રસ પીવો, તો તેનાથી પથરીની સમસ્યા હંમેશ માટે દૂર થઈ જશે.

ઉપરાંત કાચી ડુંગળી ખાવાથી તમને સલ્ફર મળે છે. આ સલ્ફર શરીરમાં કેન્સર સેલ્સને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

ગરમીમાં જ્યારે ગરમ હવા હોય છે. ત્યારે લૂ લાગવાનો ભય રહે છે. પરંતુ, કાચી ડુંગળી ખાવાથી લૂ ઓછી લાગે છે. તેથી સલાડ કે ચટણી બનાવી ડુંગળીનું સેવન કરો.

આ ઉપરાંત કાચી ડુંગળી તમારા પાચનતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં ફાયબર હોય છે. જે કબજીયાત સહિત પેટની અન્ય સમસ્યાને દૂર કરે છે.

(1:25 pm IST)