Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લેમન ટી દ્વારા મેળવો સુંદર ત્વચા

મોટા ભાગના લોકો મોટાપાની સમસ્યાને લઈને લેમન ટીનું સેવન કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે તેના ઉપયોગથી તમારો વજન તો કંટ્રોલ થાય છે સાથે તમારા ચહેરાની ત્વચા પણ ચમકદાર અને સુંદર બની જાય છે. લેમન ટી સ્વાસ્થ્યથી સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

લેમન ટી બનાવવા માટે સૌથી પહેલા એક કપમાં પાણી લઈ ગેસ પર ઉકાળો. હવે તેમાં થોડી ચાની ભૂકી નાખી ઉકાળો. હવે તેને ગેસ પરથી ઉતારી, તેમાં લીંબુનો રસ મિકસ કરો. હવે લેમન ટી તૈયાર છે.

૧. જો તમને ચહેરા પર ખીલની સમસ્યા છે, તો તમારા માટે લેમન ટી ખૂબ જ ફાયદાકારક રહેશે. દરરોજ લેમન ટીથી ચહેરો ધોવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

૨. બ્લેકહેડ્સની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે  દરરોજ તમારા ચહેરા ઉપર લેમન ટી લગાવો. લેમન ટી લગાવવાથી થોડા જ દિવસોમાં બ્લેક હેડ્સની સમસ્યા દૂર થઈ જશે.

૩. જો તમારી ત્વચા ઓયલી છે તો દરરોજ લેમન ટીથી ચહેરો ધોવાથી ઓયલી ત્વચાની સમસ્યા દૂર થઇ જશે.

૪. અમુક છોકરીઓના ચહેરા ઉપર કાળા ડાઘ-ધબ્બા હોય છે. તેને દૂર કરવા માટે લેમન ટીથી ચહેરો ધોવો. દરરોજ આવુ કરવાથી ચહેરા પરથી ડાઘ દૂર થઈ જશે અને ચહેરો ચમકદાર બનશે.

(1:24 pm IST)