Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

પ્લાસ્ટિક કેમિકલ પ્રદૂષણથી વધે છે મેદસ્વીતા:એક સંશોધનમાં થયો ખુલાસો

નવી દિલ્હી: હવામાં ભળી રહેલું રાસાયણિક પ્રદૂષણ બાળકોને ઝડપથી મેદસ્વીતાનો શિકાર બનાવી રહ્યું છે. 1975ની તુલનાએ વૈશ્વિક મેદસ્વીતા હવે ત્રણ ગણી વધી ગઇ છે. તેથી મોટાપો હવે વૈશ્વિક મહામારી બની ગયો છે. દુનિયામાં અત્યારે 4 કરોડથી વધુ બાળકો જાડા છે અથવા તેમનું વજન બહુ વધી ગયું છે. જ્યારે 200 કરોડ પુખ્ત લોકોનું પણ વજન વધી ગયું છે. આ મહત્ત્વની માહિતી તાજેતરમાં જ ગ્લોબલ રિસર્ચમાં સામે આવી છે. આરોગ્ય અને ચિકિત્સાની મુખ્યધારામાં આત્યાર સુધી ઓબેસોઝેન્સ નામના વિષાક્ત પદાર્થને સ્વીકારાયું નહતું. પરંતુ તાજેતરમાં જ થયેલા રિસર્ચમાં જણાયું કે શરીરમાં વજનને નિયંત્રિત કરવાના ઉપાયોને આ અસર કરે છે. કારણ કે જાડાં દર્દીઓનું વર્તમાન ડેઇલી રુટિન મેનેજમેન્ટ અપૂરતું છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે પરેશાનીનું તથ્ય એ છે કે વજન વધારનારા કેટલાક કેમિકલ અસરકારક જીનના કામ કરવાની સિસ્ટમને બદલી શકે છે અને વારસાગત બની શકે છે. જેનાથી આવનારી પેઢીઓ સુધી અસર થઇ શકે છે. સંશોધનકર્તા દ્વ્રારા વધતી મેદસ્વિતાના રુપમાં જણાવાયેલા પ્રદૂષકોમાં બિસ્ફેનોલ એ (બીપીએ) સામેલ છે. જે વ્યાપક રીતે પ્લાસ્ટિકમાં જોવા મળે છે. સાથે જ કેટલાક કીટનાશક, ફ્લેમ રેડરડેન્ટ અને વાયુ પ્રદૂષણ પણ સામેલ છે. આ જીન પર અસર કરી વધુ ખાવા માટે મજબૂર કરે છે. ઓબેસોજિનક પ્રતિમાન તેના પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને એવો ડેટા આપે છે, જે જણાવે છે કે આ કેમિકલ પ્રદૂષણના કારણે મેદસ્વીતા ઝડપથી વધી રહી છે.

 

(6:29 pm IST)