Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ઇઝરાયલે સીરિયા પર મધ્યરાત્રીએ કર્યો મિસાઇલથી હુમલો

નવી દિલ્હી: એકબાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પુરું થવાનું નામ લેતું નથી ત્યાં બીજી બાજુ સીરીયા અને ઈઝરાયેલ વચ્ચે ફરી ટકરાવ થયો છે. ગતરાત્રે ઈઝરાયેલે સીરીયા પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે. સીરિયાઈ સેના દ્વારા અપાયેલી જાણકારી મુજબ ઈઝરાયેલ તરફથી અનેક મિસાઈલ છોડવામાં આવી હતી પણ એર ડિફેન્સે મોટાભાગની મિસાઈલોને રોકી દીધી હતી. આ મિસાઈલ ઈઝરાયેલના કબજાવાળી ગોલન હાઈટસથી છોડવામાં આવી હતી. દમિશ્કમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ઈઝરાયેલના હવાઈ હુમલાના કારણે નજીકમાં આગ લાગી હતી જેથી બે ઉડાનો સ્થગીત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ પહેલા પણ સીરીયામાં ઈરાની સેનાના ઠેકાણા નષ્ટ કરતું આવ્યું છે.

 

(6:28 pm IST)