Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

અમેરિકાના મિશિગન રાજ્યમાં બે ડેમ એકસાથે તૂટી જતા અનેક શહેરોમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી: અમેરિકાના એક શહેરમાં કોરોનાના સંકટ વચ્ચે એક નવી હોનારત સામે આવી છે. મિશિગન રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે બે ડેમ (બાંધ) એકસાથે તુટી ગયા છે. જેને લઇને એક શહેરમાં પુરની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેને લઇને 10,000 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો બેઘર થઇ ગયા છે.

 

               મંગળવારથી પડી રહેલા સતત વરસાદના કારણે મિશિગનના મિડલેંડ કાઉન્ટીથી નજીક 30 કિલોમીટર દૂર આવેલ ડેમ તુટી ગયો. જેના કારણે 40,000ની જનસંખ્યાવાળી મેડલેંડ કાઉન્ટીમાં પુર જોવા મળ્યું છે. ડેમ તુટી જવાના કારણે પાણી સેનફોર્ડ ઝીલમાં ઘુસી ગયેલું જોવા મળ્યું છે. સરોવરમાં પાણીની સપાટી વધી જતાં શહેરમાં ઘુસી ગયું. એક મળતી વિગત અનુસાર બે વર્ષ પહેલા એડેનવિલેમાં આવેલ ડેમને લઇને રિપોર્ટ આવ્યો હતો કે ડેમમાં પાણીની માત્રાનું વધારે દબાણ સહન કરી શકશે નહીં.

(6:12 pm IST)