Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

અમેરિકાના ઇડાહોનું જંગલ અવકાશમાંથી ચેસબોર્ડ જેવું દેખાય છે

અમેરિકાની પ્રિસ્ટ નદીને કાંઠે ઇડાહોનું જ઼ગલ કુદરતી સૌંદર્ય અને વન્ય જીવન ઉપરાંત ભૌમિતિક રચના માટે પણ મશહૂર છે. એથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલી તસવીરો લોકોનું ધ્યાન આકર્ષે છે ઓનલાઇન એકિટવિટીમાં સક્રિય નેટ યુઝર્સ તથા સોશ્યલ મીડિયા પર એ તસવીરોનું ઘણું આકર્ષણ છે. ર૦૧૭ ના જાન્યુઆરી મહિનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સક્રિય વિજ્ઞાનીઓએ ઇડાહોના ઉત્તર ભાગની બોનર કાઉન્ટી પાસેના વિસ્તારની તસ્વીરો મોકલી હતી. અવકાશમાંથી લેવાયેલી એ તસ્વીરોમાં સંબંધિત ક્ષેત્ર રીતસર ચેસબોર્ડ જેવા આકારનું દેખાય છે. એ ભૂમિની એ ભૌમિતિક રચના માટે ૧૮૦૦ ની આસપાસના સમયની ફોરેસ્ટ મેનેજમેન્ટ ટેકિનક કારણભૂત છે. નાસા અર્થ ઓબ્ઝર્વેટરીની નોંધ પ્રમાણે ચેસબોર્ડનાં ચોકઠાં જેવી રચનામાં સફેદ ચોકઠાં બહુ જુનાં ન હોઇએ નાનાં બરફ આચ્છાદિત વૃક્ષોનાં અને કથ્થઇ રંગના ચોકઠાં મોટાં અને જૂનાંવૃક્ષો તથા ઘનઘોર જંગલનાં છે. દરેક ચોકઠાની રચનાનાં યોજનાબદ્ધ કારણો છે. એક ચોરસ માઇલનું એક ચોકઠું જંગલનું અને બીજું ચોકઠું અમેરિકાની સરકાર કે રેલવે તંત્રને અપાયેલી જમીનનું છે.

(9:57 am IST)