Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જમતી વખતે મોબાઇલનો ઉપયોગ ભોજનનો આનંદ છીનવે છે

કેનેડાની બ્રિટીશ કોલંબીયા યુનિ.ના રિસર્ચમાં તારણ

કેનેડા બ્રિટીશ કોલંબીયા યુનિવર્સિટીના બે રીસર્ચરો, એલિઝાબેઠ ડન અને રાયન ડવેયર તમને આ બાબતે મદદ તો નથી કરી શકતા પણ તમારૃં ધ્યાન અવશ્ય દોરે છે.

ડવેયર કહે છે. ''તમે રેસ્ટોરન્ટમાં જાવ તો ચોકકસ જોતા જ હશો કે લોકો ટેબલ પર સામસામે બેઠા હોય પણ એક બીજાની સામે જોવાને બદલે પોત પોતાના ફોન સામે જોતા બેસી રહે છે.લોકો એક બીજા સાથે વિતાવતા સમયનો કેવો આનંદ માણે છે. અને મોબાઇલથી લોકોની સામાજીક વાતચીત પર કેટલી અસર પડે છે. તે જાણવા અમે ખરેખર ઉત્સુક હતા.''

જર્નલ ઓફ એકસપેરીમેન્ટલ સોશ્યલ સ્વાઇકોલોજીમાં પ્રકાશિત થયેલ અને સોસાયટી ફોર પર્સનાલીટી એન્ડ સોશ્યલ સાઇકોલોજીના વાર્ષિક સમારંભમાં રજુ થયેલા તતેમના રીસર્ચ અનુસાર જમીન વખતે ફોનના ઉપયોગથી જમણવારના આનંદમાં થોડા પણ નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. ડાયનીંગ ટેબલ પરની ટેકનોલોજી લોકોને એક બીજા અલગ અને સામાજીક સંબધોથી દુર લઇ જાય છે. અભ્યાસનો સીનીયયર લેખીકા એન સાઇકોલોજીના પ્રોફસર ડન સમજાવતા કહે છે. કે સાત પોઇન્ટની માપપટ્ટીમાંતેના કારણે સામાજીક સંબંધોનો સ્કેલ અર્ધો પોઇન્ટ ઘટી જાય છે.

ડન કહે છે કે ફોનથી ફેર પડે છે અને તમે તે જોઇ પણ શકો છો કે તમારી સામાજીક વાતચીતમાં ફોન કેટલો ફરે પાડી શકે છે.ઙ્ગ

રીસર્ચસોએ અભ્યાસ માટે ૩૦૦ લોકોને પોતાના મિત્રો અથવા કુટુંબીજનો સાથે બહાર જમવા જવાનુ ગોઠવ્યું હતુ જેથી ફોનની તેમના પર કેટલી અસર થાય છે. તે જાણી શકાય પણ રીસર્ચરો તે લોકોને આ બાબતની જાણ નહોતી કરી.

આ અભ્યાસની વિગતો જાણવા માટે રીસર્ચરો તેમાંથી અર્ધાલોકોને કહ્યું હતું કે જમણવાર દરમ્યાન તેમને કેટલાક પ્રશ્નો પુછવામાં આવશે અને તેનો જવાબ તેમણે ટેકટમેસેજ દ્વારા આપવાનો થશે તેથી તેમણે ફોન ટેબલ પર જ રાખવો.જયારે બાકીનાને એવું કહેવામાં આવ્યું હતું કે જમણવાર દરમ્યાન તેમને પુછવામાં આવેલ પ્રશ્નોના જવાબ એક કાગળમાં આપવાના છે એટલે પોતાનો ફોન દુર રાખવો.

પછી જમણવાર દરમ્યાન તેમને મળેલા આનંદ, ફોનનો વપરાશ અને તેમનો જમણવારનો અનુભવ વગેરે પર પુછાયેલા પ્રશ્નોના જવાબ મેળવવામાં આવ્યા. તેમના જવાબો પરથી જાણવા મળ્યું કે જે લોકોને ફોન હાથ વગો રાખવાનું કહેવાયું હતું તેમને જમણવારમાં ૧૧ ટકા ઓછો આનંદ મળ્યો હતો.

બીજા એક પ્રયોગમાં રીસર્ચરોએ અઠવાડીયામાં પ દિવસ ૧૦૦ લોકોને પ્રશ્નો પુછીને સર્વે કર્યો હતો દરેક વખતે તેમને તેઓ છેલ્લી ૧પ મીનીટમાં શુ કર્યું અને તેમની માનસીક સ્થિતી કેવી છે તે પ્રશ્નો પુછયા હતા રીસર્ચરોને જાણવા મળ્યું કે જે લોકો બીજા લોકોની સાથેની વાતચીત દરમ્યાન ફોનનો ઉપયોગ નહોતા કરતા તેમને વાતચીતમાં આનંદ ફોનનો ઉપયોગ કરનાર લોકો કરતા વધારે મળ્યો હતો.

ડન કહે છે કે ફોન એડીકશનથી છુટવું ખરેખર અઘરૂ છે મે આ સ્ટડી કર્યો હોવા છતા પણ મારી જાતને વાતચીત દરમ્યાન ફોનના ઉપયોગથી નથી રોકી શકતી ડવેયર કહે છે. પરિણામે દશાર્વે છે કે ફોનના ઉપયોગથી આપણે પરિવાર અને મિત્રોથી દુર થઇ રહ્યા છીએ.(ટાઇમ હેલ્પમાંથી સાભાર)

(3:48 pm IST)