Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

તમને પણ ટેન્શનથી છુટકારો જોઈએ છે?

આજના સમયમાં તમને બહુ ઓછા વ્યકિત એવા મળશે કે જે ને ટેન્શન ન હોય. પરંતુ, ટેન્શનને સ્વાસ્થ્ય માટે લાભકારક નથી ગણવામાં આવતુ. તેથી કહેવામાં આવે છે કે ટેન્શનને તમારાથી માઈલો દૂર રાખવુ જોઈએ. જો તમે પણ ટેન્શન મુકત થવા માંગો છો તો આ વાતોને તમારા જીવનમાં સ્થાન આપો.

જે લોકો હંમેશા તનાવગ્રસત મહેસૂસ કરે છે, તેને યોગને પોતાની દિનચર્યામાં સ્થાન આપવું જોઈએ. તમે તમારા દિવસની શરૂઆત યોગથી કરો. તેનાથી તમે આખો દિવસ શાંત અને સારૂ મહેસૂસ કરશો.

જો તમને કોઈ પણ વાતનું ભારણ છે તો તમે એકલા રહેવાના બદલે લોકો સાથે વાતચીત કરો. તમારા પરીવાર અને મિત્રો સાથે સમય પસાર કરો. એવુ કરવાથી તમને હળવુ મહેસૂસ થશે અને અંદરથી એક તાકાત આવશે જે તમને કંઈક નવુ કરવાના વિચારની શકિત પ્રદાન કરશે.

ભારણને દૂર કરવા માટે ડાન્સ કરવો એક સારો વિચાર છે. ડાન્સ કરવાથી તમારૂ મૂડ ફ્રેશ થઈ જશે અને તમને હળવુ મહેસૂસ થશે.

(9:25 am IST)