Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

તમે પણ નવી નવેલી દુલ્હન બનવાના છો?

જીવનમાં લગ્ન માત્ર એકવાર જ થાય છે. તો બધી છોકરીઓ ઈચ્છે છે કે તે સૌથી સુંદર લાગે. પરંતુ, તેને સુંદર દેખાવા માટે કેટલલીક વાતો ધ્યાન રાખવુ પડે છે. જો એકસપર્ટનું માનીએ તો લગ્નના એક અઠવાડીયા પહેલાની જે બ્રાઈડલ બ્યુટી ટીપ્સ હોય તે લગ્નના ૬ મહિના પેલા જ શરૂ કરી દેવી જોઈએ. તો જાણી લો દુલ્હને પોતાના લગ્નની તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ. જેથી તે ખાસ દિવસે સુંદર દેખાઈ શકે.

કલીનીંગ, ટોનિંગ અને મોશ્ચરાઈઝીંગ

તમને નિયમિત રીતે તેને કરવુ પડશે, જેનાથી તમારી ત્વચા ચમકદાર અને યુવાન દેખાય. ટોનિંગ કરવાનું ભૂલતા નહીં કારણ કે તેનાથી તમારા ચહેરાના પોર્સ ટાઈટ થઈ જાય છે અને નાની કરચલીઓ પણ દૂર થાય છે. જ્યારે મોશ્ચરાઈઝર લગાવવાથી ચહેરાની નમી બની રહે છે, જેના કારણે ત્વચા હંમેશા મુલાયમ દેખાય છે.

સ્ક્રબ

સ્ક્રબ કરવાથી ત્વચાથી ડેડ સેલ્સ દૂર થઈ જાય છે અને ત્વચા પર ચમક આવે છે. આ ઉપરાંત જો બ્લેકહેટ્સની સમસ્યા છે તો તે પણ દૂર થઈ જાય છે. તેને ફેશવોશ કર્યા પહેલાઙ્ગકરો.

ઘરેલુ ઉપચાર

જો તમારા ચહેરા ઉપર ખીલના ડાઘ કે સનબર્ગ થઈ ગયા છે અને તમારી પાસે વધુ સમય નથી તો તમે કલીનિંકલ સેટિંગમાં સાફ અને સુંદર ત્વચા મેળવી શકો છો. આ ઉપરાંત જો તમારી પાસે હજુ વધુ સમય છે તો તમે ઘરે તૈયાર કરેલ ફેશપેકનો ઉપયોગ કરી શકો છો.

કોમળ હાથ-પગ

રાત્રે સૂતા પહેલા  તમારા હાથ અને પરને ઓલિવ ઓઈલથી મસાજ કરો. તેનાથી હાથ અને પગ મુલાયમ બનશે. ન્હાતી વખતે પગની એડીઓને પ્યૂમિક સ્ટોનથી ઘસીને સાફ કરો.

ફેશિયલ

લગ્નના ૬ મહિના પહેલા ફેશિયલ કરવાનું શરૂ કરી દેવુ જોઈએ અને તે પણ નિયમિત રીતે અને જો તમારી પાસે હવે સમય નથી તો અઠવાડીયે એક વાર ગોલ્ડ ફેશિયલ કરાવવું.

(10:24 am IST)
  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST

  • લોકસભામાં ભાજપે પૂર્ણ બહુમતી ગુમાવી : સાથી પક્ષોના ભરોસે સરકારઃ ભાજપની ર૮ર બેઠકો હતી, ર૭૩ રહીઃ કર્ણાટકનું પ્રકરણ ભારે પડયુઃ યેદિયુરપ્પા અને રામુલુએ સંસદ સભ્યપદેથી રાજીનામા આપ્યા હતાઃ જો કે સરકાર પર કોઇ ખતરો નથી access_time 3:08 pm IST