Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

પાંચ વર્ષ પછી થઇ ઈરાન-સાઉદીની વાતચીત:સકારાત્મક પરિણામની આશા

નવી દિલ્હી:સાઉદી અરબ અને ઈરાન વચ્ચે લગભગ પાંચ વર્ષ પછી પ્રથમવાર સીધી વાતચીત થઇ છે. દુનિયાના બે ક્ષેત્રીય દુશમન દેશો સાઉદી અરબ અને ઇરાનના વરિષ્ઠ અધિકારીઓની વચ્ચે 5 વર્ષ પછી થયેલ આ વાતચીમાં જણાઈ રહ્યું છે કે ઇરાકની રાજધાની બગદાદમાં થયેલ આ બેઠકમાં બને દેશોની વચ્ચે ખરાબ સંબંધો ફરીથી સુધરી શકે છે અને તેના વિશે વાતચીત થઇ છે તે જણાવે છે કે પશ્ચિમ એશિયાના આ બે અહમ દેશોએ લગભગ 5 વર્ષ પહેલા રાજ્નીયક સંબંધ તોડી દીધા હતા.આ વાર્તા માટે ઇરાકના પ્રધાનમંત્રી દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો હતો. બને દેશો ઝડપથી સંબંધ સામાન્ય કરી રહ્યા છે.

(6:34 pm IST)
  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST

  • આસામમાં ઓએનજીસીના ૩ કર્મચારીઓનું ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું : આસામના ઓએનજીસીના ત્રણ કર્મચારીઓનું ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. access_time 4:06 pm IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST