Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોના વાયરસ હવાના માધ્યમથી પણ ફેલાઈ શકે છે:લેબોરેટરીમાં મળ્યા પુરાવા

નવી દિલ્હી: કોરોના વાઇરસની મહામારીના પ્રકોપથી દુનિયાનો કોઈ ખૂણો બચી શક્યો નથી. સમયની સાથે આ બીમારીએ પોતાનું સ્વરૂપ પણ ઘણી વખત બદલ્યું છે અને તે સાથે જ કોરોના ભારત સહિત ઘણા દેશોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના દૈનિક કેસોની સંખ્યા રેકૉર્ડ તોડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના બે લાખ 73 હજાર કેસ નોંધાયા છે.

કોરોનાથી બચવા રસી આવી ગઈ પણ હજુ સુધી એ સ્પષ્ટતા ચોક્કસ રીતે થઈ નથી કે આ વાઇરસ કેવી રીતે ફેલાય છે. તેવામાં મેડિકલ જર્નલ 'ધ લૅન્સેટ'માં છપાયેલા એક અહેવાલમાં પ્રમાણે પુરાવા મળ્યા છે કે કોરોના વાઇરસ હવાથી ફેલાય છે. આ દાવાને સાબિત કરવા માટે અહેવાલમાં 10 કારણ પણ અપાયાં છે.

(6:32 pm IST)