Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ઇસ્લામાબાદમાં ચીની નાગરિકનું અપહરણ બાદ હત્યા :બેઇજિંગના ઉડ્યા હોશ

ઇસ્લામાબાદ :ચીન અબજો રૂપિયાનું રોકાણ કરીને ભારતના હિતોની ઉપેક્ષા કરીને પાકિસ્તાન સાથે સબંધો વધારે છે ત્યારે પાકિસ્તાનના સામાન્ય લોકોમાં ચીનને લઇને દુશ્મનીનો ભાવ છે તેનું તાજું ઉદાહરણ છે એક 29 વર્ષના ચીની નાગરિકનું અપહરણ બાદ હત્યા થઇ છે

અહેવાલ મુજબ જિન ક્યાંગ નામનો યુવક ચીનથી ઇસ્લામાબાદ 13 અપ્રિલએ આવ્યો હતો ઇસ્લામાબાદના પોશ વિસ્તારમાં પોતાના મિત્ર સાથે રહેતો હતો ચાર દિવસ પહેલા 15 એપ્રિલે જિન કયાંગ દવા લેવા ઇસ્લામાબાદની સુપર માર્કેટમાં ગયો હતો ત્યારબાદ તે પાછો ફર્યો નહોતો

   તેના લાપતા થવાની ફરિયાદતેના મિત્રે નોંધાવી હતી પોલીસે માંડ માંડ ફરિયાદ નોંધી અને કહ્યું કે થોડા દિવસો રાહ જુઓ, ચાર દિવસ બાદ પોલીસને જાણ થઇ કે એક વિદેશી યુવક્ની લાશ ઇકબાલ ટાઉનના નાલામાં પડી છે તપાસ બાદ આ લાશ લઈ જિન ક્યાંગની હોવાનું ખુલ્યું હતું

   લાશ મળ્યા બાદ પોલીસે એફઆરઆઇ દાખલ કરી અને કેટલા;એક કલાકો બાદ લશ મળી હોવાનું નોંધ્યું લી જિન ક્યાંગના શરીર અને માથા પર ઇજાના નિશાન હતા તેના પરથી માલુમ થઇ શકે કે તેની હત્યા થઇ છે  ને હત્યા પહેલા અપહરણકર્તાઓ યાતના આપી હતી હત્યાના મામલે ચીને રોષ વ્યક્ત કર્યો છે

(10:56 pm IST)