Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અંતરિક્ષમાં ખુલશે એક નવું સ્પેસ સ્ટેશન

નવી દિલ્હી: નાસા ઘણા સમયથી ભવિષ્યમાં મંગળ ગ્રહ પર જવાની લાંબી અવધિના મિશન માટે ચંદ્રમાની કક્ષામાં એક સ્પેસ સ્ટેશન બનાવવાનું નક્કી કરી રહ્યું છે.પ્રોજેક્ટ લુનર આર્બિટલ પ્લેટફોર્મમાં ગેટવેના એસોસિએટ ઍડ્મિનિસ્ટ્રેટ વિલિયમ જર્સટેનમેયરે હાલમાં જ કોલોરોડોમાં એક સ્પેસ સિમ્પોઝીયમમાં આ વાતનો ખુલાસો કર્યો છે. અને તેના સિવાય મંગળ ગ્રહ પર જનાર મિશન માટે વિશ્રામ સ્થળની જેમ એ કામ કરશે એના નિર્માણ  માટે નાસા આવતા વર્ષે કોન્ટ્રાકટ બહાર પાડશે.

(11:23 am IST)