Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

આ છે વિશ્વમાં સૌથી આનંદમાં રહેનાર વ્યક્તિ

નવી દિલ્હી: ૧૯૪૬માં જન્મેલા મેથ્યુ રિચર્ડ નામની એક વ્યકિતએ મોલિકયૂલર જીનેટિકસમાં પીએચડી કરી હતી. એ સમયે પીએચડી કરીને મનમાની નોકરી મેળવી શકાતી હતી પરંતુ ફ્રાંસીસી યુવકને આનંદ મળતો ન હતો. સુખની શોધમાં મેથ્યુએ ફ્રાંસ છોડીને તિબેટની વાટ પકડી.તે  દલાઇલામાના દુભાષિયા તરીકે કામ કરવા લાગ્યા. તેઓ મેડિટેશન પણ કરવા લાગ્યા, બૌધ્ધ ધર્મ સાથે જોડાયેલી રીત ભાતો અને માન્યતાઓ અંગે શિખતા સમજતા ગયા તેમ આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો. નવાઇની વાત તો એ હતી કે મેથ્યુની નજીક આવે તે પણ ખૂશ રહેવા લાગ્યા.મેથ્યુ પોતે માનવા લાગ્યા હતા કે તેમને સદા ખૂશ રહેવાનું આવડી ગયું છે.
કોઇ પણ પ્રકારનો ફેરફાર તેમને નિરાશ કરી શકે તેમ નથી. સદા ખૂશ રહેનારા મેથ્યુ અંગે જાણીને વિસ્કોન્સિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધન કરવાનું નકકી કર્યુ. ન્યૂરોલોલિસ્ટસ દ્વારા તેમના સ્કેલ પર ૨૫૬ જેટલા સેન્સર લગાવ્યા હતા.આ રિસર્ચ ૧૨ વર્ષ સુધી ચાલ્યું હતું. ધ્યાનમાં આવ્યું કે જયારે પણ તેઓ ધ્યાન કરવા બેસતા ત્યારે મસ્તિષ્કમાં ગામા વિકિરણ પેદા થતા હતા. આ ગામા વિકિરણ ધ્યાન અને યાદશકિત વધારવામાં મદદ કરે છે. સંશોધનમાં એ પણ ધ્યાનમાં આવ્યું કે મેથ્યુના બ્રેનનો ડાબો ભાગ વધારે સક્રિય હતો જેને પ્રીફંટ્રલ કહેવામાં આવે છે. આ ભાગ ક્રેએટિવિટી અને આનંદ સાથે જોડાયેલો છે. છેવટે વૈજ્ઞાનિકોએ એવા અનુમાન પર પહોંચ્યા કે મૈથ્યુની અંદર એટલી બધી ખૂશી છે કે નેગેટિવિટી માટે કોઇ જગ્યા જ નથી. આ રિસર્ચ બીજા બૌધ્ધ સંતો પર પણ થયું હતું. લાંબા સમય સુધી મેડિટેશનની પ્રેકટિસ કરનારાનું મગજ પરિવર્તન જોવા મળે છે. ત્યાં સુધી કે સતત ત્રણ સપ્તાહ સુધી ૨૦ મીનિટ સુધી ધ્યાન ધરવાથી મગજમાં પરીવર્તનની શરુઆત થાય છે.

 

(7:06 pm IST)