Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

અફઘાનિસ્તાનના કપીસા પ્રાંતમાં સરકારી સમર્થકો અને આતંકવાદીઓ વચ્ચે ઝપાઝપી: ત્રણ આતંકવાદીઓના મૃત્યુ: ચાર જવાન શહીદ થયા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના કપીસા પ્રાંતના નિજરાબ જિલ્લામાં શનિવારના રોજ એક સરકાર સમર્થક સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ લડાઈમાં ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ ચાર અન્ય સૈનિકો પણ શહીદ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

              પ્રાંતીય પોલીસના પ્રવક્તા અબ્દુલ કરીમ શાઇકે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાની આતંકવાદીઓએ અશાંત નિજરાબ જિલ્લામાં સવારના સમયે એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો સરકાર સમર્થિત સૈનિકોએ તેમના વળતા જવાબની કાર્યવાહી કરતાત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા હતા  તેમજ લડાઈમાં ચાર સૈનિકો પણ શહીદ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:40 pm IST)