Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

લંડનની હીલિંગટન હોસ્પિટલમાં 39 વર્ષની મહિલાએ આપવીતી રજૂ કરતો વિડીયો શેર કરતા લોકોના હોશ ઉડી ગયા

નવી દિલ્હી: લંડનની હેલિંગટન હોસ્પિટલમાં 39 વર્ષની એક મહિલા કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહી છે. ત્યારે તેને એક વીડિયો શેર કરી કોરોના વાયરસથી કેટલી તકલીફનો સામનો કરવો પડે છે તેની આપવીતિ રજૂ કરતો વીડિયો શેર કર્યો છે. પીડિતા મહિલાએ વીડિયોમાં કહ્યું કે- ફેફસાં અને છાતીમાં કાચના ટૂકડાં ખૂંચી રહ્યા હોય તેવું લાગે છે. શ્વાસ લેવો યુદ્ધ લડવા જેવુ છે. ખૂબ ડરાવી દે તેવો અનુભવ છે. હું ફરી વખત સ્થિતિનો સામનો કરી શકુ એમ નથી.

               હોસ્પિટલના આઈસીયુમાંથી મહિલાએ એક વીડિયો બનાવીને શેર કર્યો છે. જેમાં તેણે વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કર્યો છેમહિલાએ ડેલીમેલમાં જણાવ્યું છે કે, મારા ફેફસાં અને છાતીમાં કાચ ખૂંચી રહ્યા હોય તેવુ લાગે છે. મારા માટે જણાવવું મુશ્કેલ છે કે, હું શ્વાસ લેવા માટે કેટલું લડી રહી છું. પાંચ દિવસ પહેલાં મને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લાવવામાં આવી છે.

(6:37 pm IST)
  • કોરોનાના લીધે આઈપીએલને અધધ... ૭૫.૪૧ અબજનો ફટકો : ગ્લોબલ એડવાઈઝરી ફર્મ ડફ એન્ડ ફલેપ્સના મતે કોરોના વાયરસને લીધે આઈપીએલની બ્રેન્ડને એક અબજ ડોલર એટલે કે અંદાજે ૭૫.૪૧ અબજ રૂપિયાનો તોતીંગ ફટકો પડ્યો છે : ૨૦૧૯માં આઈપીએલની બ્રેન્ડ - વેલ્યુ અંદાજે ૬.૮ અબજ ડોલર નોંધાઈ હતી. જો કે આ વર્ષે આઈપીએલ રમાશે કે નહિં એ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી : આઈપીએલને ૧૫ એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. access_time 3:52 pm IST

  • હાર્દિક પટેલના જામીન નામંજૂરઃ મેટ્રો કોર્ટ દ્વારા હાર્દિક પટેલના જામીન નામંજૂર : રામોલમાં કોર્પોરેટરના ઘરે તોડફોડના ગુનામાં કેસ ચાલુ : મોરબી પાસેથી હાર્દિકની ધરપકડ કરાઇ હતી access_time 3:52 pm IST

  • અમેરિકાથી પરત આવેલા ઝારખંડની કોંગ્રેસના ધારાસભ્ય દીપિકા પાંડેને રાંચીના રિમ્સમાં દાખલ કરાઈ : કોરોના વાયરસને ધ્યાને લઈને સેમ્પલ લેબમાં મોકલાયા access_time 12:36 am IST