Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

એક વર્ષ સુધી આ પરિવારે ૧૧૩પ લિટર પેશાબ બાટલીઓમાં સંઘરી રાખ્યો

મોસ્કો તા. ર૧: કઝાકિસ્તાનના અકાતો શહેરમાં એક પરિવારના ત્રણ સભ્યોને પોલીસે પકડીને માનસિક રોગીઓ માટેની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઝેન્યા અને તેનાં માતા-પિતાએ યુટિલિટી બિલની ચુકવણી ન કરતાં તેમની આવશ્યક સેવાઓ બંધ કરવામાં આવી હતી. આ પરિવારજનો લગભગ છેલ્લા એક વર્ષથી ઘરમાં પ્લાસ્ટિકની બોટલમાં જ યુરિન પાસ કરતા હતા. તેમના પાડોશીઓએ ઘરમાંથી આવતી તીવ્ર દુર્ગંધથી કંટાળીને પોલીસ-ફરિયાદ કર્યા બાદ આ તમામ બાબત પ્રકાશમાં આવી હતી. ઘરના સભ્યોએ પોલીસને સહકાર આપવાની ના પાડતાં છેવટ઼ે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ કરતાં જ પોલીસ અધિકારીઓએ યુરિનથી ભરેલી સેંકડો પ્લાસ્ટિકની બોટલ્સ અને ધોવાનાં બાકી હોય એવાં દુર્ગંધ મારતાં કપડાંનો ઢગલો જોયો હતો.

ઘરના રહેવાસીઓએ તેમની તકલીફ પોલીસ અધિકારીઓને સમજાવતાં બિલની ચુકવણી ન કરવાને કારણે તેમની સેવા બંધ કરવામાં આવી હતી. ઘરમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હોવાથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ત્રણેય જણને મેન્ટલ હોસ્પિટલ લઇ ગઇ હતી. હવે આ પાડોશીઓ એકઠા થઇને તેમના ઘરની સફાઇ કરી રહ્યા છે.

(3:55 pm IST)