Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રશિયાની ઇમારતમાં ગેસ વિસ્ફોટ થતા 2 લોકોના મોત

નવી દિલ્હી: રશિયાના મરમન્સક શહેરમાં એક પાંચ માળની બિલ્ડિંગમાં ગેસ વિસ્ફોટ થવાના કારણે બે લોકોના મોત નિપજ્યા છે અન્ય ચાર લોકોને વતા ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે  સમાચાર એજન્સી સિન્હુઆ પ્રાંત દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટમાં એક બિલ્ડિંગની છત ધરાશાયી થઇ હતી જેના કારણે બે લોકો મોતને ભેટ્યા અને અન્ય ચારને ઇજા પહોંચી છે.રાહતકર્મીઓને મિનિટમાં ત્યાં પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

(8:48 pm IST)
  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના હવેથી આધ્યાત્મિકતા અને માનવીય મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવશે. જેથી ભવિષ્યના મેનેજર્સ દબાણ વચ્ચે પણ શાંતિનો અનુભવ લઈ શકે. આઇઆઇએમ-અમદાવાદ ખાતે ભવિષ્યના કોર્પોરેટ લીડર્સને ભગવદ્‌ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. આઇઆઇએમના પ્રોફેસરે જણાવ્યું કે તેનાથી સ્ટ્રેસમાં ઘટાડો થશે. access_time 2:12 am IST

  • મોદી સરકારનું એસસી/એસટી કાયદો ખત્મ કરવાનું ષડયંત્રઃ કોંગ્રેસનો આરોપઃ ભાજપ અને સંઘ બન્નેની માનસિકતા અનુસૂચિત જાતિ-જનજાતિને હંમેશા આર્થિક અને સામાજીક રૂપે પાયમાલ કરવાની છે access_time 4:24 pm IST

  • સિંગર અલકા યાજ્ઞિક આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. અલકાનો જન્મ કલકત્તાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અલકાએ પોતાના માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. access_time 1:49 am IST