Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વિશ્વના એક માત્ર નોર્ધર્ન વાઇટ રાઇનોને ઇચ્છા મૃત્યુ

નાઇરોબી, તા. ર૧ : બે હોર્નવાળા વાઇટ રાઇનો વિશ્વમાં માત્ર આફ્રિકાના કેન્યા અને કોન્ગો રિપબ્લીકમાં જોવા મળતા હતા, પણ અમર્યાદા શિકારને કારણે તેમની વસ્તી નામશેષ થવાના આરે આવી હતી. છેલ્લા એક માત્ર નોર્ધન વાઇટ રાઇનો કેન્યાના ઝુમાં રાખવામાં આવ્યો હતો. ૪પ વર્ષનો સુદાન નામનો આ વાઇટ રાહનો હાડકાં અને સ્નાયુની બીમારીને કારણે ઉભો પણ રહી શકતો નહોતો. આથી ડોકટરોએ એને ગઇકાલે ઇચ્છા મૃત્યુ આપ્યું હતું. હવે આ ઝુમા માત્ર નાજીન અને ફતુ નામની બે માદા વાઇટ રાઇનો જીવતી બચી છે. એમને હવે થીજવી રાખવામાં આવેલા વીર્યથી ગર્ભવતી બનાવવામાં આવશે અને એમની પ્રજાતિને જીવતી રાખવામાં આવકે. આ વાઇટ રાઇનોને સખત સિકયોરીટી ગાર્ડની સુરક્ષા વચચે રાખવામાં આવ્યા છે.

(4:06 pm IST)