Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ઓએમજી..... કેનેડામાં મોન્ટ્રિયલની દક્ષિણે હાઇવે પર એક સાથે 15 વાહનો એકબીજા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત

નવી દિલ્હી: કેનેડામાં મોન્ટ્રિયલની દક્ષિણે ક્વિબેક શહેરની નજીક હાઇ-વે નંબર ૧પ પર એકસાથે બસ્સો વાહનો એકબીજા સાથે ભટકાઇ પડ્યા હતા. આ ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ નથી પણ અનેક લોકોને ઇજા થઇ છે. આ અકસ્માત ક્વિબેક નજીકના હાઇવે પર સ્થાનિક સમય પ્રમાણે બુધવારે બપોરે ૧૨.૩૦ કલાકે બન્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બરફ વર્ષાને કારણે બની હતી. હાઇવે પર દોડી રહેલા વાહનોમાંથી ૨૦૦ જેટલા વાહનો એક પછી એક એક બીજાની સાથે અથડાઇ પડયા હતા. આ ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ નથી પણ ક્વિબેક પોલીસના જણાવ્યા પ્રમાણે એક ડઝન જેટલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(6:21 pm IST)