Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

લંડનની મસ્જીદમાં ચાકુથી હુમલોઃ હુમલાખોર પકડાયો

લંડનઃ સેન્ટ્રલ લંડનની એક મસ્જીદમાં ચાકૂથી હુમલો થતા ૭૦ વર્ષના એક વ્યકિત ગંભીરરૂપે ઘાયલ થયેલ. રીઝેંટ પાર્ક પાસે આવેલ મસ્જીદમાં ગતરાતે એક અજાણ્યા વ્યકિતએ અચાનક ચાકૂથી હુમલો કરેલ. ઘટના નજરે જોનાર એક વ્યકિતના જણાવ્યા મુજબ હુમલાખોર ઘણા વખતથી મસ્જીદમાં આવતો હતો. હુમલા બાદ મસ્જીદમાં હાજર લોકોએ હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. ઘાયલ વ્યકિતને ઈલાજ માટે ટ્રોમા સેન્ટર લઈ જવાયેલા.

(4:20 pm IST)