Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

હાર્ટએટેક અને સ્ટ્રોકની આગાહી આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ સચોટતાથી કરે છે

હેલ્થ કેર બાબતે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને હવે તે ડોકટરની આજ્ઞાનુસાર સ્કેન પણ કરે છે અભ્યાસોમાં દર્શાવાયું છે કે કેટલાક કેસોમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ ધરાવતા સાધનો કેન્સરની ગાંઠના એબ્નોર્મલ ગ્રોથની જાણ ડોકટર કરતા પણ વધુ સારી રીતે કરી શકે છે. તેનું મુખ્ય કારણ તે માહિતીઓને મોટા પ્રમાણમાં મેળવીને તેનું વિશ્લેષણ સરળતાથી કરી શકે છે.

૧૪ ફેબ્રુઆરીએ સર્કયુલેશન મેગેઝીનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં અમેરિકા અને બ્રિટનના રિસર્ચરોએ કહ્યું છે કે પાર્ટીફીશ્યલ ઇન્ટલીજન્સ હાર્ટએટેક અને સ્ટ્રોકની આગાહી વિશ્વસનિય રીતે કરી શકે છે. બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશનના રિસર્ચ ફેલો ક્રિસ્ટોફર નોટ અને તેમની ટીમે કાર્ડીઓવેસ્કયુલર મેગ્નેટીક રેઝોનન્સ ઇમેજીંગ (સીએમઆર) ને સાંકળતો એક મોટો અભ્યાસ કર્યો હતો. સીએમઆર એક એવા પ્રકારનું સ્કેન છે જેમાં હૃદયને મળતા લોહીનો પ્રવાહ માપવામાં આવે છે. જેમ લોહીનો પ્રવાહ વધારે તેમ બ્લોકેજની શકયતા ઓછી. આ સ્કેનના રીડીંગોનું વિશ્લેષણ ખુબ સમય અને મહેનત માંગી લે છે પણ એઆઇ તે જ કામ ફટાફટ કરી આપે છે. અભ્યાસમાં જો કે એમ પણ કહેવાયું છે સીએમઆર હૃદયની તકલીફો અંગે આગોતરી જાણ કરે છે પણ તેનાથી એવું સાબિત ન કરી શકાય કે આ સ્કેનનો ઉપયોગ હૃદયરોગનું વધુ જોખમ ધરાવતા દર્દીઓ પર ડોકટરોએ લેવાના નિર્ણયમાં તેનો ઉપયોગ કરી શકાય. આ સ્કેનની માહિતીઓનો ઉપયોગ વધુ જોખમ ધરાવતા લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે થવો જોઇએ અને તેમના જીવ બચાવવા જોઇએ. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(4:07 pm IST)