Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

આ બહેન કોરોના વાઇરસના ડરથી જિરાફ બની ધૂમે છે

બીજીંગ,તા.૨૧:ચીનમાં પેદા થયેલા કોરોના વાઇરસની ઝપટમાં લગભગ આખું વિશ્વ આવી ગયું છે. કોરોના વાઇરસનો ચેપ ન લાગે એ માટે લોકો શકય તમામ પ્રયાસો કરી રહ્યા છે પછી ભલેને આ પ્રયાસમાં તેઓ બેહૂદા કે ભદ્દા દેખાય.

ચીનમાં મીસ હી નામે ઓળખાયેલી એક મહિલાનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં તે ચીનના સીચુઆન પ્રાંતમાં આવેલા લુઝોઉમાં એક હોસ્પિટલની મુલાકાતે ગઈ હતી. જોકે તેની મુલાકાતમાં અસામાન્ય તેનો ડ્રેસ હતો. કોરોના વાઇરસનો ચેપ ન લાગે એટલે જાયન્ટ જિરાફનો વેશ પહેર્યો હતો.

ચીની વિડિયો પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી ટચૂકડી વિડિયો કિલપમાં આ મહિલા બ્રાઉન કલરના પ્લાસ્ટિક કોસ્ચ્યુમમાં હોસ્પિટલમાં દાખલ થાય છે, કોસ્ચ્યુમમાં નાની કિલયર પ્લાસ્ટિક ફિલ્મમાંથી માત્ર તેની આંખો જોઈ શકાય છે.

તેના આવા કોસ્ચ્યુમ માટે તેણે જણાવ્યું કે કોરોના વાઇરસનો ચેપ ફેલાતાં પહેલાં શ્વાસની તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા તેના પિતાને મળવા તે આવી હતી. હોસ્પિટલની પોલિસી પ્રમાણે તેના ચેકિંગ માટે પણ તેણે કોસ્ચ્યુમ ન હટાવતાં વેબ-કેમથી વર્ચ્યુઅલ ચેકિંગનો આગ્રહ રાખ્યો હતો.

(4:07 pm IST)