Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

આ વસ્તુના સેવનથી માત્ર ૧૫ દિવસમાં જ ઓછુ કરો તમારૂ વજન !

જીરાનો ઉપયોગ તો આપણે સૌ ખાવામાં કરીએ છીએ. આ દરેક ઘરમાં જોવા મળી જાય છે. પણ કેટલાક લોકોને આનાથી થનારા ફાયદા વિશે ખબર નથી. આને ખાવાથી આપણું પાચન તંત્ર ઠીક રહે છે અને કોઈપણ બીમારી થતી નથી. આનુ સેવન કરવાથી વજન ઓછુ થવા સાથે-સાથે આ પેટના કીડા, તાવ ઉતારવો, કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવુ અને હાર્ટ અટેક વગેરેની બીમારીઓથી પણ બચાવી શકે છે.

તો આવો જાણીએ આના ફાયદા

1. વજન ઓછુ કરે છે : જો તમારૂ વજન ખૂબ વધુ છે અને તમે જલ્દી પાતળા થવા માંગો છો તો સતત બે અઠવાડિયા સુધી એક ગ્લાસમાં પાણી લઈને તેમા બે મોટી ચમચી જીરૂ નાખીને આખી રાત પલાળી મુકો. સવારે ઉઠતા જ તેને ચા ની જેમ ઉકાળીને પીવાથી ચરબી ઘટે છે. ત્યારબાદ જે જીરૂ બચી જાય છે તેને તમે ચાવીને પણ ખાઈ શકો છો.

2. ચરબી ઘટાડે છે મધ અને જીરૂ : જો તમે ચરબી ઘટાડવા માંગો છો તો થોડા પાણીમાં ૩ ગ્રામ જીરા પાવડને મિકસ કરી તેમા મઘના થોડા ટીપા નાખીને પીવો. જો તમે ઘરે કોઈપણ સૂપ બનાવો તો તેમા જીરૂ નાખી શકો છો.

3. દહીં સાથે જીરા પાવડર : તમે જમતી વખતે જો દહીં ખાઈ રહ્યા છો તો વજન ઓછુ કરવા માટે ૫ ગ્રામ દહીંમાં એક ચમચી જીરા પાવડર પણ જરૂર લો.

4. લીંબૂ આદુ અને જીરૂ : તમે જ્યારે પણ કોઈ શાકભાજી બનાવી રહ્યા હોય તો તેમા થોડું આદુ જરૂર મિકસ કરો. જો ઘરે લીંબૂ અને જીરૂ છે તો તેને શાકમાં નાખીને રાતના સમયે લેવાથી તમને ખૂબ ફાયદો થશે. આવુ કરવાથી તમારૂ વધતુ વજન કંટ્રોલમાં રહેશે.

5. પાચન તંત્રને ઠીક રાખેઃ તમને ગેસની તકલીફ થાય છે તેનો મતલબ છે કે તમારૂ પાચન તંત્ર સારી રીતે કામ નથી કરતુ. અવામાં જો તમે જીરાનું સેવન કરો. જીરૂ ગેસ બનતા રોકે છે. જેનાથી ખોરાક સારી રીતે પચી જાય છે.

6. હાર્ટ એટેક : જો તમે વધી રહેલ ફૈટને ઓછુ કરવા માંગો છો તો જીરાનું સેવન કરો. આ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઠીક રહે છે અને આ હાર્ટ અટેકથી પણ બચાવે છે.

(10:14 am IST)