Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ઉચાટ શમાવવા કંઇ પણ ગળી જતા ભાઇના પેટમાંથી સર્જરી કરીને કાઢયાં બે કિલો પથરા, સિક્કા અને બોટલના ઢાંકણા

ન્યુ યોર્ક તા ૨૧ : અમેરિકન જર્નલમાં છપાયેલો એક કેસ-રિપોર્ટમાં ડો. પ્યોન્ગ વા ચોઇ નામના ડોકટરેતેમની પાસે આવેલા એક અજીબોગરીબ દરદીનો કેસ શેર કર્યો છે. જોર્થ કોરિયાના ગોયાંગ ટાઉનમાં રહેતો ૫૪ વર્ષનો એક દરદી આ ડોકટરપાસેઆવ્યો હતો. દરદીનું નામ જાહેર નથી થયું. ડોકટર પાસે આવ્યો ત્યારે તેનું પેટ ફુલી ગયેલું, તે કંઇ પણ સોલિડ ખાઇ શકતો નહોતો. બહારથી પેટની તપાસ કરતા અંદર કંઇક કડક ગ્રોથ થયેલો હોય એવું લાગતું હતું. ડોકટરોએ જયારે એકસ-રે કર્યો તો ખબર પડી કે તેનું આખુ જઠર ભરેલું છે.કેસ-હિસ્ટ્રી લેતા ખબર પડી કે દરદીને - એન્ગ્ઝાયટી ડિસઓર્ડર છે. નાની-નાની વાતેઉચાટ અનુભવતા આ ભાઇને જયારે પણરેસ્ટલેસ અનુભવાય એટલે તે નજીકમાં પડેલી કોઇ પણ ચીજ ગળી જાય. પથરા, રેતી, બોટલના ઢાંકણાં, સિક્કા એમ કંઇ પણ તે ગળી જતો . કંઇક ગળવાથી પેટમાં તેને સારૂ લાગતું. જોકે જઠર આ બધી ચીજોથી છલકાઇ ઉઠયું એટલે પરિસ્થિતી બગડી અને ડોકટરના દરવાજા ખટખટાવવા પડયા. ડોકટરે કેમેરાવાળુ મશીન અંદર નાખીને એક પછી એક ફોરેન પાર્ટિકલ્સ બહાર કાઢયા હતો આ બધી ચીજોનુંકુલ વજન બેકિલોથી વધું હતું.

(4:15 pm IST)