Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ગરમ ચા પીતા તમારી જીભ બળી ગઈ છે ?

ઘણીવાર ગરમ ચા પીતી વખતે કે ખાવાનું ખાતી વખતે આપણી જીભ બળી જાય છે. તો જીભની બળતરામાંથી રાહત મેળવવા માટે તમે આ ટીપ્સ અપનાવી શકો છો.

. એલોવેરા જેલને ઠંડું કરીને ચૂસવાથી પણ બળતરામાંથી આરામ મળશે. તે સ્વાદમાં કડવુ હોય છે, પરંતુ બળતરા દુર કરે છે.

. આ ઉપરાંત જીભ બળી જાય તો તમારે ટમેટા, ફળ અને વધારે મસાલેદાર ભોજનનું સેવન ન કરવુ જોઈએ.

. જીભ બળી જતા મોઢાથી શ્વાસ લો. તેનાથી અંદર ઠંડી હવા જાય છે. જેનાથી તમને આરામ મળશે. તમે મેન્થોલ ચિગમ પણ ખાઈ શકો છો.
. બરફના ટુકડાને મોઢામાં રાખવાથી બળતરામાંથી રાહત મળે છે. અને ઉપરાંત ઠંડા પાણીથી ૩૦ સેકન્ડ સુધી કોગળા કરવા.

 

(9:27 am IST)