Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

જાણો, ચાંદી વિષે... જે આપણા જીવનમાં છે ખુબજ મુલ્યવાન

ચાંદીને એક મુલ્યવાન ધાતુ માનવામાં આવે છે. આને એક પવિત્ર અને સાત્વિક ધાતુ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે નાના બાળકોને જો ચાંદીની ચમચી થી પાણી પીવડાવવામાં આવે તો તે તંદુરસ્ત રહે છે. અને આમ પણ એક કહેવત તમે જાણી જ હશે કે, 'મોટા માણસોના બાળકો ચાંદીની ચમચી લઈને જન્મે છે.'

ઠીક છે, આને આપણે અંગ્રેજીમાં 'સિલ્વર' silver કહીએ છીએ. શાસ્ત્રો અનુસાર ચાંદી ભગવાન શિવના નેત્રોમાંથી ઉત્પન્ન થઈ છે. ભારતીય જયોતિષ અનુસાર ચાંદી ચંદ્રમા અને શુક્ર સાથે સંબંધ ધરાવે છે. આજે આપણે ચાંદી વિષે ઘણુબધું અલગ-અલગ જાણીશું.

ચાંદીનો ઉપયોગ એક એવા તેજાબ બનાવવા માટે વપરાય છે કે જે cloud seeding બનાવવા વપરાય છે.  cloud seeding એક એવી ટેકનીક છે જેનો ઉપયોગ સમય પહેલા વરસાદ કરાવવા અને ચક્રવાતો ને નિયંત્રણમાં રાખવા કરવામાં આવે છે.

ચાંદીનો ઉપયોગ ભોજનના પદાર્થો એટલેકે ખાસ કરીને મીઠાઈઓની સજાવટ કરવા વપરાય છે. ચાંદીના કણ જો માનવીના શરીરની અંદર જાય તો તેની કોઈ હાનીકારક અસર સ્વથ્ય પર નથી પડતી. ઉપરાંત આમાં આવેલા બેકટેરિયાને નાશ કરવાની ક્ષમતા રહેલ છે.

જો મહિલાઓ ચાંદીની બંગડીઓ પહેરે તો તેને ઉધરસ, ખાસી અને પિત્ત સંબંધીત સમસ્યાઓ નિયંત્રણમાં રહે છે. ચાંદીની વાટકીમાં રાખેલ ભોજન 'અમૃત' સમાન માનવામાં આવે છે.

પ્રાચીન સમયમાં ઈજીપ્ટ અને મધ્ય યુરોપમાં ચાંદીને સોના કરતા પણ વધારે મુલ્યવાન માનવામાં આવતું હતું.

સ્વાસ્થ્ય અને વાસ્તુ સંબંધિત એક ચમત્કારી ટોટકા તરીકે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. હંમેશા ચાંદીના વાસણોમાં પાણી પીવો. જો ચાંદીના વાસણો ન હોય તો ગ્લાસમાં પાણી ભરીને તેની અંદર ચાંદીની અંગુઠી નાખવી (અંગુઠીને નથી ગળી જવાની) હવે આ પાણી પીવું. આ પ્રાચીન, સરળ અને ખુબ જ ચમત્કારી ઉપાય છે.

શાસ્ત્રો અનુસાર ચાંદીના વાસણો જેના ઘરમાં હોય છે ત્યાં સુખ, વૈભવ અને સંપન્ન આવે છે. વૈજ્ઞાનિક રૂપે એવી ઉર્જા હોય છે જે વાતાવરણ સારૂ બનાવે છે કે એટલેક સકારાત્મક.

(9:27 am IST)