Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ટૂંક સમયમાં આવશે સ્માર્ટફોનને શરીરના હલનચલનથી પેદા થતી ઊજાંમાંથી ચાર્જ કરી શકાય એવું ડિવાઇસ

ન્યુયોર્ક તા. ર૧: અમેરિકાની યુનિવર્સિટી ઓફ બફેલોના નિષ્ણાતોએ એક મેટલિક ટેબ જેવું ડિવાઇસ તૈયાર કર્યું છે, જે માનવશરીર સાથે કનેકટેડ હોય ત્યારે એના હલનચલનમાંથી પેદા થતી ઊર્જાનું ઇલેકિટ્રસિટીમાં રૂપાંતર કરે. તમે કસરત કરો, ચાલો કે ઇવન આંગળી પણ હલાવો તોય એમાંથી ઊર્જા પેદા થાય અને એ પણ હલાવો તોય એમાંથી ઊર્જા પેદા થાય અને એ નવા શોધાયેલા ડિવાઇસમાં સંઘરાય, અમેરિકાની આ યુનિવર્સિટીએ ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સના નિષ્ણાતો સાથે મળીને ટ્રાઇબોઇલેકિટ્રક નેનોજનરેટર તૈયાર કર્યું છે, જે મેકેનિકલ ઊર્જાને ઇલેકટ્રિક ઊર્જામાં પેરવીને ઇલેકટ્રોનિક ડિવાઇસ ચાર્જ કરી શકાય એવી ઊર્જામાં રૂપાંતરિત કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે માનવ શરીર અખૂટ ઊર્જાનો સ્ત્રોત છે તો  શા માટે આપણા જ શરીની ઊર્જાનો ઉપયોગ ન કરીએ? નેનો એનર્જી નામના જર્નલમાં આ ડિવાઇસની શોધનો અભ્યાસ છપાયો છે. આ ડિવાઇસમાં સોનાના બે પાતળા સ્તર હોય છે જેની વચ્ચે સિલિકોન પોલિમર અને અન્ય મટીરિયલ વપરાય છે.

(3:43 pm IST)