Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

તમારો જિનેટિક ડેટા વેચીને તમે કમાઇ શકશો

ન્યુયોર્ક તા. ર૧ :.. અમરેરિકાસ્થિત એક સ્ટાર્ટઅપ કંપની લોકોના જિનેટીકલ અભ્યાસ માટે એક ડેટા-બેન્ક તૈયાર કરી રહી છે. આ ડેટા સાયન્ટિસ્ટો અને સંશોધન કરતી ફાર્માસ્યુટીકલ કંપનીને વેચવામાં આવશે. નેબુલા જીનોમિકસ નામની સ્ટાર્ટઅપ કંપની વિશાળ જિનેટીક ડેટા દરેક વ્યકિત પાસેથી ખરીદશે. ૧૦૦૦ ડોલર એટલે કે લગભગ ૬૭,૦૦૦ રૂપિયામાં તમે તમારો અંગત જિનેટીકલ ડેટા વેચીને કમાણી કરી શકશો. આ ડેટા મોઢામાંથી લીધેલા સ્વેબના નમૂના પરથી એકત્રીત કરીને એનું વિશ્લેષણ કરવામાં આવે એટલું વધુ સચોટ સંશોધન કરવામાં મદદ થઇ શકે એમ છે.

(1:08 pm IST)