Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

બલુચિસ્તાન પ્રાંતમાં રસ્તા પર લગાવવામાં આવેલ બોંબના કારણોસર 11 સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:સુરક્ષા અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના એક દૂરદરાજમાં એક વિસ્તામ્ર પાકિસ્તાની અર્ધસૈનિક વાહનની પાસે રસ્તા પર બોંબ વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 11 સૈનિકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બુધવારના રોજ સીબી જિલ્લાના આ હુમલો થયો હતો આ હુમલો ફ્રંટિયર ગશ્તી દળ નજીક કરવામાં આવ્યો હતો.

           વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.પરંતુ ભૂતકાળમાં પણ આ પ્રકારના હુમલા અલગાવવાદીઓએ બલુચિસ્તાનમાં કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો અને સૌથી ઓછી આબાદી વાળું પ્રાંત હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:36 pm IST)