Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

નાઇજીરિયામાં માર્ગ અકસ્માતમાં 17 લોકોના મૃત્યુ: 14ની હાલત ગંભીર

નવી દિલ્હી: નાઈજિરીયાના કાત્સીના પ્રાંતમાં સોમવારના રોજ થયેલ માર્ગ અકસ્માતમાં 17 લોકો મોતને ભેટ્યા છે તેમજ 14ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.પ્રાંત પોલીસના એક પ્રવક્તા ગૈબો ઇસહાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના ઉત્તર-પશ્ચિમી પ્રાંત કાત્સીનાના માશી સ્થાનિક સરકારી વિસ્તારના  યારુડુ ગામમાં બની છે.

                   લાગોસ-બાઉંડ રાજમાર્ગ પર ટ્રક ચાલકે નિયંત્રણ ખોઈ બેસતા ટ્રક પુલ પરથી નીચે પડી ગયો હતો. દુર્ઘટનામાં 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 14ને ઇજા પહોંચતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે

(6:15 pm IST)