Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

નાસાએ શોધ્યો રહેવા યોગ્ય ગ્રહ 'ટીઓઆઇ-૭૦૦ ડી'

વિજ્ઞાનીઓનો દાવો : પૃથ્વી આકારનો છે નવો ગ્રહ

વોશિંગ્ટન, તા.ર૧: અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના ટ્રાન્ઝિટિંગ એકસોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (ટીઇઇએસ)એ એક જીવનને અનુકુળ એટલે કે રહેવા યોગ્ય ગ્રહની શોધ કરી છે અને સૌથી મોટી વાત એ છે કે તે પૃથ્વી આકારનો છે. આ ગ્રહ અંતરિક્ષના એક ક્ષેત્રમાંથી મળ્યો છે, જયાં તેની સપાટી પર પાણીના અસ્તિત્વને અનુકુળ પરિસ્થિતિ રહેલી છે.

વિજ્ઞાનીઓએ નાસાના સ્પિત્ઝર ટેલિસ્કોપની મદદથી ટીઓઆઇ-૭૦૦ ડી નામના ગ્રહને શોધવાના દાવાને સમર્થન આપ્યું છે. વિજ્ઞાનીઓએ તે સંબંધિત જાણકારી હાંસલ કરવા માટે આ ગ્રહના સંભવિત વાયુમંડળનો નમૂનો તૈયાર કર્યો છે. વિજ્ઞાનીઓ દ્વારા શોધાયેલો પૃથ્વી આકારનો ગ્રહ ટીઓઆઇ-૭૦૦ ડી એ ગ્રહમાંથી એક છે, જે રહેવા યોગ્ય ક્ષેત્રમાં આવે છે.

નાસાના એસ્ટ્રો ફિઝિકસ વિભાગના નિર્દેશક પોસ હર્ડ્ઝે જણાવ્યું કે ટીઇઇએસને વિશેષ રીતે પૃથ્વીના આકારના ગ્રહને શોધવા માટે ડિઝાઇન કરાયો છે, તેનાથી તારાની આસપાસના ગ્રહને અંતરિક્ષમાં જોવાનું સરળ હોય છે.

ટીઓઆઇ-૭૦૦ ડીને શોધવા સીઇઇએસની મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ છે. તેનો આકાર પૃથ્વી જેવો છે અને તે રહેવા યોગ્ય ક્ષેત્રમાં આવે છે.

સ્પિત્ઝરની મદદથી તેની જાણ મેળવવી બીજી સૌથી મોટી સફળતા છે. ટીઇઇએસ આકાશના સૌથી મોટા ભાગનું મોનિટરિંગ કરે છે. આકાશના આ મોટા ભાગને સેકટર કહે છેે.  તે ઉપગ્રહને તારાની ચમકમાં પરિવર્તનની જાણ કરવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે તારામાં આ ચમક તેમની પરિક્રમા દરમિયાન બદલાય છે.

ટીઓઆઇ-૭૦૦ ડી એક નાનો ગ્રહ છે, જે દક્ષિણ નક્ષત્ર ડોરાડોમાં ૧૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલો છે. તે સૂર્યચના દ્રવ્યમાન અને આકારનો ૧/૪ ભાગ છે. તેની સપાટીનું તાપમાન સૂર્ય કરતાં અડધું છે તે સૌરમંડળના બહારના ક્ષેત્રમાં આવેલો ગ્રહ છે અને તે એકમાત્ર ગ્રહ એવો છે કે જે રહેવા યોગ્ય ક્ષેત્રમાં આવેલો છે.

(3:35 pm IST)