Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

શરીરે માત્ર અન્ડરવેઅર પહેરીને ૧૬૦૦ કિલોમીટરના પ્રવાસે નીકળ્યા છે આ ભાઇ

માત્ર અન્ડરવેઅર પહેરીને ૫૫ વર્ષની વયનો એક વ્યકિત ૧૬૦૦ કિલોમીટરના પ્રવાસે નીકળ્યો છે. આ મહાનુભાવનું નામ માઇકલ કુલન, પરંતુ લોકોમાં તે સ્પીડો મિકના નામે વિખ્યાત છે. લિવરપુલ સિટીનો રહેવાસી માઇકલ સડકો પર ફરતો હોય છે અને સ્ટેડિયમમાં પણ જાય છે. ગમે એ મોસમ હોય તે માત્ર એક અન્ડરવેઅર અને કેપ જ પહેરે છે.

આ પ્રવાસમાં સ્પીડો મિકે વરસાદ અને હિમવર્ષાનો પણ સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ પાછળનો તેનો મૂળ હેતુ ૯૨ લાખ રૂપિયા એકઠા કરવાનો છે. આ ફન્ડ તે જરૂરતમંદ બાળકો માટે ચેરિટીમાં આપશે.

સ્પીડો મિકનો પ્રવાસ સ્કોટલેન્ડના ઉપરી ભાગથી શરૂ થઈ લિવરપુલ અને લંડન થઈને ઇંગ્લેન્ડમાં પૂરો થશે. અત્યાર સુધીમાં તે ૮૧ લાખ રૂપિયા એકઠા કરી ચૂકયા છે. હાલમાં પગમાં ઇજા થવાને કારણે તેમણે પ્રવાસ અધવચ્ચે રોકવો પડ્યો હતો. હવે તેમનો પગ સારો થઈ જતાં ફરીથી પ્રવાસ શરૂ કરી રહ્યા છે. આવા અળવીતરા પ્રવાસનો વિચાર તેમને ૨૦૧૪માં જયારે તેઓ ૫૦ વર્ષના હતા ત્યારે આવ્યો હતો. જોકે એની શરૂઆત ૨૦૧૭માં કરી હતી.

(3:30 pm IST)