Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ફયુઅલ ચોરવાની આકરી સજાઃ પીઠ પર ડામ આપીને લખ્યું ઉંદર

લંડન તા.ર૯ : કોઇચોર કે ગુનેગાર પકડાય ત્યારે ટોળુ બેકાબુ થઇ જાય છે અને પોતાની પાસે સજા કરવાનો હક ન હોવા છતાં ગુનેગાર પર તુટી પડે છે. આપણે ત્યાં ટોળુ શંકાસ્પદ વ્યકિતની વાત સાંભળ્યા વિના ગડદા પાટુ કરવા પર આવી જાય છે. જયારે મેકિસકોમાં એક શંકાસ્પદ ઇંધણચોરને કેટલાક લોકો ડામ આપતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડીયામાં પણ વાઇરલ થયો છે. મેકિસકોમાં અવાર નવાર ગેેસની ચોરી થવાની ફરિયાદો નોંધાતી રહી છે. આ ચોરી જેણે કરી હોઇ શકે એવા શંકાસ્પદ પુરૂષને કેટલાક લોકોએ જાતે જ સજા આપી દીધી છે. આ વિડીયોમાં માણસોએ તેને પકડયો છે. જમીન પર ઉંધો કરીને તેની પીઠ ખુલ્લી કરી દીધી છે. હાથ પાછળ બાંધીને તે હલી પણ ન શકે એમ પકડી રાખ્યો છે. તેનું માથુ હલી ન શકે એ રીતે બાંધી દીધુ છે. એ પછી લોખંડનો સળિયો ધગધગતો ગરમ કરીને પીઠ પર ચીપકાવી દેવામાં આવે છે. સળિયામાં સ્પેનિશ ભાષામાં પોરરેટા એટલે ંઉંદર લખેલું છે. ધગધગતો સળિયો લાગવાથી ત્વચા બળીને એમાંથી ધુમાડો નીકળવા લાગે છે. ખાસ્સી દસ-વીસ સેકન્ડ પછી જયારે પેલો માણસ ખસેડે છે. ત્યારે પીઠની ચામડી બળીને ઉંડો ઘા સાથેપેલા શબ્દો અંકાઇ ગયા છે.

(3:26 pm IST)