Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મરચાં વિના સૂનું સંસાર

મસાલામાં મીઠા પછી તરત જ મરચાનું સ્થાન આવે છે. મરચું ઘર-ઘરની વપરાશની ચીજ છે. ભોજનમાં મીઠું-મરચું ન હોય તો ખાવાની મજા આવતી નથી.

ગુજરાતી લોકોના ખોરાકમાં લીલાં અને સૂકાં મરચાં છૂટથી વપરાય છે. દક્ષિણ ભારતમાં મરચાંનો ઉપયોગ વધુ થાય છે. જ્યારે ઉત્તર ભારતમાં તેનો ઉપયોગ ઓછો થાય છે. ઉત્તર ભારતમાં કેટલાંક લોકો મરચાંને બદલે મરી વાપરે છે.

મરચાં, કપૂર અને હિંગ એ ત્રણેય સરખે ભાગે લઈ, લસોટીને ચણીબોર જેવડી ગોળીઓ બનાવવી. આ બન્ને ગોળીઓ પાણી સાથે કલાકે-કલાકે આપવાથી કૉલેરામાં ફાયદો કરે છે.

સૂકાં મરચાંને બાફીને તેનો ઉકાળો કરવો. આ ઉકાળો માંકડ પડ્યા હોય  ત્યાં રેડવો અથવા ચોપવો એટલે ફરીથી ત્યાં માંકડ પડશે નહિં.

સ્વાદને વશ થઈ મરચાંનો વધુ પડતો ઉપયોગ કરછાથી નુકસાન  થાય છે. વાયુપ્રકોપમાં મરચાંનું સેવન નુકસાનકારક નીવડે છે. મરચાંનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી દાહ, પ્રમેહ, પેશાબમાં બળતરા અને અર્શ થાય છે. હોજરી કાળી થાય છે. ત્વચારોગ થાય છે,લોહિમાં ગરમી વધારે છે.

વૈજ્ઞનનિક મતે મરચાં માંથી વિટામિન તત્ત્વો મળે છે.

(9:44 am IST)