Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ઓસ્ટ્રેલીયામાં પુરઃ ૧ નું મોતઃ ૨ લાખ ઘરોમાં વિજળી ગુલ

સીડનીઃ ઓસ્ટ્રેલીયામાં અચાનક પુરથી ૧ વ્યકિતનું મોત થયેલ. દેશના દક્ષિણ પૂર્વો ભાગમાં બુધવારે તોફાન અને વૃક્ષ ઉખડી ગયેલ, લોકો કાર અને ઘરોમાં ફસાઇ ગયેલ. ન્યુ સાઉથ વેલ્સમાં જોરદાર વરસાદ સાથે કરા પડેલ. બે લાખ ઘરોની વીજળી ગુલ થયેલ. એન્ટાર્કટીકાથી ચાલેલ ઠંડા પવનોએ સીડનીનું તાપમાન ઘટાડી ૧૦ ડિગ્રી કરી દીધેલ. જે ૩૭ વર્ષનો રેકોર્ડ છે.

(12:57 pm IST)
  • ખંઢેરી રેલ્વે સ્ટેશનને વધુ સુવિધાયુકત બનાવવા માટે કલેકટર અને રેલ્વે તંત્ર વચ્ચે મીટીંગ : એઈમ્સ બની રહી હોય રાજયભરમાંથી દર્દીઓ આવે તે સંદર્ભે રેલ્વે આ મહત્વનો પ્લાનીંગ કરી રહ્યા છે : ખંઢેરી એઈમ્સ માટે પરાપીપળીયાનો ૭ મીટરનો રોડ ૧૦ મીટરનો કરવા કવાયત : રૂડાનો ડી.પી. રોડ પણ ડેવલપ કરાશે : આ બાબતે આજે માર્ગ - મકાનના સુપ્રિટેન્ડેન્ટ અને એજ્યુકેટીવ ઈજનેરને કલેકટરે મીટીંગ માટે બોલાવ્યા access_time 12:15 pm IST

  • FSSAI દ્વારા ખાધપદાર્થોના ધંધાર્થીઓ માટે 1 ઓક્ટોબર 2021 થી તમામ ઇનવોઈસ / બીલમાં તેમનો FSSAI લાયસન્સ નમ્બર લખવાનું ફરજીયાત કર્યું છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 5:14 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST