Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

શિકાગોમાં ગોળીબારીની ઘટનામાં સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:શિકાગોમાં એ સમયે હડકંપ મચી જવા પામ્યો જયારે અચાનકથી ગોળીઓનો અવાજ સાંભળવામાં આવ્યો હતો આ અંધાધુંધ ફાયરિંગ દરમ્યાન ઓછામાં ઓછા સાત લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 18ઘી 4 વર્ષની વયમાં બધા જ ઘાયલ શિકાગો ના સાઉથ સાઈડમાં એંગલવુડમાં રસ્તા પર થયેલ લડાઈમાં જોડાયેલ હતા. શિકાગોના સ્થાનિક સમયાનુસાર સોમવારના રોજ રાત્રીના લગભગ 11વાગ્યાને 10 મિનિટની આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે હજુ સુધી આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈ પણ લોકોની ધરપકડ કરવામાં આવી નથી.

(6:03 pm IST)
  • કર્ણાટક હાઈકોર્ટે ટેક્સ ચોરીના સંબંધમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ડી.કે.શિવકુમાર વિરુદ્ધ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દાખલ ત્રણ ગુનાહિત કેસ રદ કર્યા : ન્યાયાધીશ જ્હોન મીશેલ કુન્હાએ જણાવ્યું હતું કે શિવકુમાર વિરુદ્ધ શરૂ કરેલી કાર્યવાહી કાયદા માટે ખરાબ છે અને ફોજદારી કાર્યવાહીની સંહિતા અને આવકવેરા અધિનિયમની જોગવાઈઓ વિરુદ્ધ છે. access_time 9:27 am IST

  • મનપાના આરોગ્ય કેન્દ્રમાં સીનીયર કલાર્ક અને જુનિયર કલાર્ક તેમજ કોમ્યુટર ઓપરેટરોને ફરજ સુપ્રત કરાઈ : ૨૬૭ કર્મચારીઓના હુકમો : આરોગ્યના કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડતા સ્ટાફની ભારે અછત સર્જાઈ છે ત્યારે મ્યુ. કમિશ્નરે હવે મનપાની કચેરીના ૨૬૭ જેટલા સીનીયર કલાર્ક, જુનિયર કલાર્ક, હેડ કલાર્ક તથા સર્વેયર અને ડેટા એન્ટ્રી ઓપરેટરોને આરોગ્ય કેન્દ્રમાં સવારે ૭:૪૫ થી બપોરે ૧ વાગ્યા સુધી ફરજ સોંપતા હુકમો કર્યા છે : કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવવા માટે હવે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે access_time 3:16 pm IST

  • રાજકોટ જિલ્લામાં માતેલા સાંઢની જેમ ધુણતો કોરોના : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 395 અને ગ્રામ્યમાં 95 સાથે કુલ ઓલટાઈમ રેકર્ડબ્રેક 490 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો જબરદસ્ત ભયજનક સ્થિતિમાં મુકાયા access_time 8:10 pm IST