Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં 20 સૈનિકોના મોત

 

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતના નાહર સિરાજ જિલ્લામાં એક સુરક્ષા જગ્યા પર તાલિબાનના હુમલામાં ઓછામાં ઓછા 20 અફઘાન સૈનિકોના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હેલમંદ પ્રાંતના નાહર જિલ્લામાં એક અફઘાન સુરક્ષા સ્થન પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં 20 સૈનિકો મોતને ભેટ્યા જયારે અન્ય 14 ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે. તાલિબાનના પ્રવક્તા યુસુફ અહમદી દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હોવાનું એક સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

(6:01 pm IST)